સોનાક્ષી સાથે એડ કરી શું સાબિત કરવા માંગે છે પૂનમ ?
મુંબઈ, 27 નવેમ્બર : આજકાલ એવી ચર્ચા જોરશોરથી ચાલે છે કે સોનાક્ષી સિન્હા એક જાહેરાતમાં પોતાના માતા અને જાણીતા અભિનેત્રી પૂનમ સિન્હા સાથે નજરે પડનાર છે. આ જાહેરાત છે એફએમસીજી કમ્પની ડાબર ઇન્ડિયા ફેમ બ્રાંડની. કમ્પનીની બ્લીચની જાહેરાત સોનાક્ષી કરે છે, પરંતુ આ કમ્પનીની નવી જાહેરાતમાં તેઓ પોતાના માતા પૂનમ સિન્હા સાથે નજરે પડનાર છે. આ એડમાં સોનાક્ષી પોતાના માતા પૂનમને બ્લીચના ફાયદાઓ બતાવતા દેખાશે.

પરંતુ ફિલ્મી શેરીઓમાં કઈંક બીજી જ વાતો થાય છે. સમાચાર છે કે સોનાક્ષીના માતા પૂનમે આ એડ એટલા માટે સાઇન કરી છે કારણ કે તેઓ જણાવી દેવા માંગે છે કે તેમની અને સોનાક્ષી વચ્ચે કોઈ અંતર નથી અને સોનાક્ષી તેમના જ પુત્રી છે. જ્યારથી સોનાક્ષીએ ફિલ્મીમાં પગલા મુક્યાં છે, ત્યારથી જ કહેવાય છે કે સોનાક્ષી પૂનમ-શત્રુઘ્નના નહિં, પણ રીના રૉય અને શત્રુઘ્ન સિન્હાના પુત્રી છે. આ વાત પૂનમ સિન્હા પોતે એક પ્રેસ કૉન્ફ્રંસ કરી ફગાવી ચુક્યા હતા, પરંતુ છતાં લોકો આવી વાતો કરતા વાઝ નથી આવતા અને વારંવાર પૂનમે સ્પષ્ટતા કરવી પડે છે.
લોકો આવી વાતો કરવા એટલા માટે મજબૂર છે, કારણ કે સોનાક્ષીનાં રૂપ-રંગ બધુ રીના રૉય સાથે મળતું આવે છે, નહિં કે પૂનમ સાથે. અને વીતેલા જમાનાના અભિનેત્રી રીના અને શત્રુઘ્ન વચ્ચે ખૂબ નિકટતા હતી, પરંતુ કેટલાંક કારણોસર આ નિકટતા કોઈ સંબંધમાં પરિણમી શકી નહોતી.
ખેર જોઇએ બ્લીચની એડમાં સોનાક્ષી-પૂનમ કયો કમાલ કરે છે. લોકો માતા-પુત્રીને પસંદ કરે છે કે નહિં?
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
