હે ભગવાન! આ ‘વેશ્યા’થી છુટકારો અપાવો કોઈ મને : શિલ્પાનો પોકાર

મુંબઈ, 7 જુલાઈ : કોઈ પણ અભિનેતા કે અભિનેત્રી પોતાની પહેલી ફિલ્મમાં જે રોલ કર્યો હોય, તેની ઇમેજમાં બંધાઈ જાય છે. શરુઆતમાં તો આ ઇમેજ જ સ્ટારને આગળ વધવામાં મદદ કરતી હોય છે, પરંતુ થોડાક સમય બાદ કલાકાર કંટાળી જાય છે એક જ પ્રકારની ભૂમિકા કરતાં અને પોકારી ઉઠે છે કે કોઈ મને આમાંથી બહાર કાઢો.

દાખલા તરીકે સન્ની લિયોનને જ લઈ લો. કોઈ પણ અભિનેતા કરતા અભિનેત્રી માટે કોઈ ઇમેજમાં બંધાઈ રહેવુ વધુ ત્રાસદાયક અને નુકસાનકર્તા હોય છે. સન્ની લિયોન અત્યાર સુધી પોર્ન એક્ટ્રેસની ઇમેજ ધરાવતા હતાં, તો રાગિણી એમએમએસ 2 જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ પણ તેઓ આ ઇમેજમાંથી છુટી તો ગયા છે, પરંતુ હવે તેઓની સામે ભવિષ્યમાં રાગિણી એમએમએસ 2 જેવા હૉટ-એન-બોલ્ડ રોલની લાઇન લાગવાની જ છે.

આવી જ એક ઇમેજથી બંધાઈને ત્રાસી ઉઠેલી અભિનેત્રી છે શિલ્પા શુક્લા. પહેલા ચક દે ઇન્ડિયા ફૅમ ગણાતા શિલ્પા શુક્લાને હવે લોકો બીએ પાસ ફૅમ તરીકે જાણવા લાગ્યા છે, પરંતુ શિલ્પા આ વાતથી તંગ આવી ચુક્યાં છે. બીએ પાસ ફિલ્મમાં શિલ્પા શુક્લાએ વેશ્યાનો રોલ કર્યો હતો અને હવે તેઓ આ ‘વેશ્યા'માંથી છુટકારો પામવા માંગે છે.

ચાલો શિલ્પા શુક્લાની તસવીરો સાથે જાણીએ તેમના દિલની વાત :

બીએ પાસમાં સેક્સી સ્ત્રી

બીએ પાસમાં સેક્સી સ્ત્રી

શિલ્પા શુક્લાએ બીએ પાસ ફિલ્મમાં એક સેક્સી-કામુક સ્ત્રીની બિંદાસ્ત ભૂમિકા ભજવી હતી.

હૉરેક્સ ઑફર્સથી પરેશાન

હૉરેક્સ ઑફર્સથી પરેશાન

શિલ્પા શુક્લા આ બાબતથી પરેશાન અને નિરાશ છે કે તેમની પાસે હૉરર અને એડલ્ટ ફિલ્મોની ઑફર્સનો ઢગલો થઈ પડ્યો છે.

પરિદૃશ્ય બદલાશે

પરિદૃશ્ય બદલાશે

શિલ્પાનું કહેવું છે કે ટુંકમાં જ પરિદૃશ્ય બદલાશે.

ચક દે ઇન્ડિયા ગર્લ

ચક દે ઇન્ડિયા ગર્લ

શિલ્પા શુક્લા શાહરુખ ખાન અભિનીત ચક દે ઇન્ડિયા દ્વારા ચર્ચામાં આવ્યા હતાં.

બીએ પાસમાં બોલ્ડ

બીએ પાસમાં બોલ્ડ

શિલ્પા શુક્લા પોતાની લીડ રોલ ધરાવતી પ્રથમ ફિલ્મ બીએ પાસમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડ્યા હતાં. ફિલ્મમાં શિલ્પા પુરુષ વેશ્યાવૃત્તિનો ધંધો ચલાવતા દેખાયા હતાં.

અભિનેતાઓને ચૉઇસની આઝાદી

અભિનેતાઓને ચૉઇસની આઝાદી

શિલ્પા કહે છે - એક અભિનેતાને દરેક પ્રકારના રોલ મળે છે કે જેમાંથી તેને ચૉઇસની આઝાદી મળી રહે છે.

વેશ્યાના રોલની જ ઑફર્સ

વેશ્યાના રોલની જ ઑફર્સ

શિલ્પાએ માન્યું કે બીએ પાસ કર્યા બાદ તેમની પાસે આ જ પ્રકારની ભૂમિકાઓની ઑફર્સ વધારે આવવા લાગી છે.

તંગ આવી ગઈ

તંગ આવી ગઈ

શિલ્પાએ જણાવ્યું - બીએ પાસ રિલીઝ થયા બાદ હું આ વાતથી તંગ આવી ગઈ હતી કે મને આવી જ ભૂમિકાઓની ઑફર્સ કેમ મળી રહી છે.

અજય બહેલ દિગ્દર્શક

અજય બહેલ દિગ્દર્શક

શિલ્પા અભિનીત બીએ પાસ ફિલ્મ ઑગસ્ટ 2013માં રિલીઝ થઈ હતી કે જેના દિગ્દર્શક અજય બહેલ હતાં.

સુજૉયની ફિલ્મમાં વ્યસ્ત

સુજૉયની ફિલ્મમાં વ્યસ્ત

લડ્ડાખ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલા શિલ્પાએ જણાવ્યું કે હાલ તેઓ સુજૉય ઘોષની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે.

પ્રકાશ ઝાની ફિલ્મ પૂર્ણ

પ્રકાશ ઝાની ફિલ્મ પૂર્ણ

શિલ્પા શુક્લાએ તાજેતરમાં જ પ્રકાશ ઝાની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.

દીપ્તિ નવલ સાથે

દીપ્તિ નવલ સાથે

શિલ્પા શુક્લાએ અભિનેત્રી દીપ્તિ નવલ સાથે પણ એક ફિલ્મ સાઇન કરી છે.

મહેશ ભટ્ટ પ્રભાવિત

મહેશ ભટ્ટ પ્રભાવિત

અનુભવી ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ દિગ્દર્શક અજય બહેલની આવનાર ફિલ્મ બીએ પાસથી ખૂબ જ પ્રભાવિત થયા હતાં. તેમણે જણાવ્યું કે બીએ પાસ લીક સે હટકે ફિલ્મ છે કે જે ફિલ્મોનું ચલણ બદલવાનું કામ કરશે.

આ પણ વાંચો...

આ પણ વાંચો...

What!!! સાશાનો માતા સલમા સામે બળવો, સચિન સાથે લગ્ન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X