
1 રૂમ અને 9 મહિલાઓ, ખૂબ જ પાવરફૂલ મેસેજ આપે છે કાજોલની ફિલ્મ ‘દેવી'
જ્યાં એક તરફ આખો દેશ નિર્ભયાના દોષિતોની ફાંસીની રાહ જોઈ રહ્યો છે ત્યાં બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તૈયારીઓ ચાલી રહી છે. ત્રણ વાર ફાંસી ટાળનાર આ હેવાનો સામે નિર્ભયાની મા આશા દેવી છેલ્લા 7 વર્ષથી લડી રહી છે. આ દરમિયાન અભિનેત્રી કાજોલની એક શૉર્ટ ફિલ્મ રિલીઝ થઈ છે. છેડતી અનેરેપ જેવા સમાચારોને એક સામાન્ય સમાચાર સમજનારાઓની આંખો ખોલવા માટે આ ફિલ્મ પૂરતી છે.

9 મહિલાઓની કહાની
ફિલ્મ એક રૂમમાં શૂટ કરવામાં આવી છે જેમાં 9 મહિલાઓની કહાની બતાવવામાં આવે છે. જો કે રૂમમાં બીજી પણ ઘણી મહિલાઓ હાજર હોય છે. લગભગ 13 મિનિટની આ ફિલ્મ આપણા સમાજની એ છબી રજૂ કરે છે જેને કદાચ જ કોઈ જોવા ઈચ્છશે. મહિલા કેન્દ્રિત આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, શ્રતિ હસન, શિવાની રઘુવંશી, સંધ્યા મ્હાત્રે, રમા જોશી, મુક્તા બાર્વે, રશ્વિનવી દયામા જેવી અભિનેત્રીઓએ કામ કર્યુ છે.

અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવેલી મહિલાઓનો સંઘર્ષ
ફિલ્મ 9 મહિલાઓની કહાની દર્શાવે છે, જેમને પરિસ્થિતિઓના કારણે એક જ રૂમમાં સમય પસાર કરવો પડે છે. આ ફિલ્મના સહારે 9 અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવેલી મહિલાઓના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆતમાં કાજોલ પૂજાનો થાળ હાથમાં લીધેલી જોવા મળે છે. વળી, એક માનસિક રીતે બિમાર છોકરી ટીવી જોઈ રહી છે. તે વારંવાર પોતાના હાથથી રિમોટને ઝટકે છે. વૃદ્ધ મહિલાઓમાં એકને ફોલતા બતાવ્યા છે અને બાકીનાને પત્તા રમતા. એક શાંતિથી દીવાલ પાસે બેઠી છે જ્યારે એક વાંચી રહી છે.

અમીર-ગરીબ બધા પ્રકારની મહિલાઓની ભૂમિકા
ત્યારે જ ટેલીવિઝન પર રેપની ઘટના બતાવાઈ રહી હોય છે અને દરવાજાની ઘંટડી વાગે છે. ઘંટી વાગતા જ બધા મહિલાઓ પરસ્પર ચર્ચા કરવી લાગે છે કે એક રૂમમાં હજુ કેટલી મહિલાઓને રાખશે. પછી બધા એક-એક કરીને પોતાના કહે છે. કોઈ મહિલા મરાઠી બોલે છે, તો કી અંગ્રેજી, એક મહિલા બુર્ખામાં પણ દેખાઈ રહી છે. ફિલ્મમાં અમીર-ગરીબ બધા પ્રકારની મહિલાઓની ભૂમિકા દર્શાવવામાં આવી છે. બધા એક-એક કરીને જણાવે છે કે તેમની સાથે શું થયુ છે.

ફિલ્મ શું સંદેશ આપે છે?
છેલ્લે ફિલ્મ એ સંદેશ આપે છે કે રેપ ક્યારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. પછી ભલે તે મહિલાની પૃષ્ઠભૂમિ, ઉંમર, કપડા, આર્થિક સ્થિતિ, ઓળખ કંઈ પણ હોય. ફિલ્મમાં દરવાજાની ઘંટડી વાગવાથી બતાવવામાં આવ્યુ છે કે એક નવો સભ્ય દરવાજાની બહાર ઉભો છે અને અંદર આવવા ઈચ્છે છે. મહિલાઓ આ એક રૂમને જ પોતાના માટે સુરક્ષિત માને છે અને બહાર જવા નથી ઈચ્છતી.

ફિલ્મનુ નામ દેવી કેમ છે?
ફિલ્મનુ નામ દેવી એટલા માટે રાખવામાં આવ્યુ છે કારણકે એક તરફ તો આપણા દેશમાં દેવી પૂજા કરવામાં આવે છે અને બીજી તરફ મહિલાઓ સાથે અત્યાચાર થાય છે. જો કે ફિલ્મના અંતમાં જે થાય છે, તે કોઈનુ પણ દિલ તોડી શકે છે. કારણકે જ્યારે દરવાજો ખોલવામાં આવે છે ત્યારે એક નાની બાળકી અંદર આવે છે જેને જોઈને દરેક જણ ચોંકી જાય છે.

રોજ રેપના 90 કેસ
ફિલ્મ ખતમ થયા બાદ મેસેજમાં એ બતાવવામાં આવ્યુ છે કે ભારતીય અદાલતોમાં રેપના એક લાખથી પણ વધુ કેસ પેન્ડીંગ પડ્યા છે. રોજ રેપના 90 કેસ નોંધવામાં આવે છે. રેપા કેસોમાં સજા માત્ર 32 ટકા જ છે. ફિલ્મના અંતમાં એ બતાવવામાં આવે છે કે એ દેશમાં મહિલાઓ સામે ગુનાઓનો દર સૌથી વધુ જ્યાં 80ટકાથી પણ વધુ લોકો દેવીની પૂજા કરે છે.
આ પણ વાંચોઃ મહિલા દિવસઃ સ્તનમાં થતી દરેક પીડા કેન્સરની ન હોય પરંતુ હોઈ શકે છે આ ગંભીર બિમારીઓ