Watch Video : બહુભાષી ફિલ્મો કરવાથી અભિનય નિખર્યું : પ્રીતિ
મુંબઈ, 7 મે : હિન્દી ફિલ્મો ઉપરાંત મલયાલમ, તેલુગુ, તામિળ, પંજાબી, બાંગ્લા તથા કન્નડ ફિલ્મોમાં સક્રિય અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાણી કહે છે કે જુદી-જુદી ભાષાઓની ફિલ્મોમાં કામ કરવું તેમના માટે જુદા પ્રકારનો અનુભવ રહ્યો છે.

પ્રીતિએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું - આ એકદમ જુદા પ્રકારનો અનુભવ છે, પરંતુ સારી બાબત એ છે કે તેનાથી એક અભિનેત્રી તરીકે મારૂં વિકાસ થયું છે. યશ રાજ ફિલ્મ્સની મોહબ્બતેં ફિલ્મ સાથે સને 2000માં બૉલીવુડમાં પ્રવેશ કરતા અગાઉ પ્રીતિ દક્ષિણ ભારતીય ભાષાઓ તામિળ, તેલુગુ અને મલયામલ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતાં. મોહબ્બતેં ફિલ્મમાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય હતાં.
પ્રીતિ ઝાંગિયાણી કહે છે - મારૂં માનવું છે કે દરેક ફિલ્મ આપને કંઈક નવું આપીને જાય છે. દરેક દિગ્દર્શક આપને કંઈક નવી વાતો બતાવે છે અને દર વખતે દર્શકોને આપની અંદર કંઈક નવું જોવા મળે છે. પ્રીતિ ટુંકમાં જ કાશ તુમ હોતે ફિલ્મમાં નજરે પડશે.
<center><img style="-webkit-user-select: none;border:0" BORDER=0 WIDTH=1 HEIGHT=1 src="http://www.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=op"><object classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" type="application/x-shockwave-flash" id="ventuno_player" width="100%" height="360"> <param name="movie" value="http://ventunotech.akamai-http.edgesuite.net/vtn_player_2.swf?vID=Kzg5NzQ3fHwy"></param> <param name="allowFullScreen" value="true"></param> <param name="allowscriptaccess" value="always"></param> <param name="wmode" value="transparent"></param> <embed src="http://ventunotech.akamai-http.edgesuite.net/vtn_player_2.swf?vID=Kzg5NzQ3fHwy" type="application/x-shockwave-flash" quality="high" width="100%" height="360" align="middle" allowScriptAccess="always" wmode="transparent" allowNetworking="all" allowFullScreen="true" type="application/x-shockwave-flash" pluginspage="http://www.macromedia.com/go/getflashplayer" /> </object></center>












Click it and Unblock the Notifications
