For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આમિર ઓવાર્યાં, પણ કંગના આમિર માટે ક્રૅઝી નથી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 એપ્રિલ : કંગના રાણાવત હવે બૉલીવુડમાં એક સ્થાપિત અભિનેત્રી બની ચુક્યાં છે. તાજેતરમાં ક્વીન જેવી સફળ ફિલ્મ આપનાર કંગના રાણાવત ઉપર આ ફિલ્મમાં અભિનયને લઈને વખાણોનો વરસાદ થઈ રહ્યો છે. મહિલા પ્રધાન ફિલ્મ ક્વીનમાં કંગનાના અભિનયના વખાણ કરનારાઓમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પણ સમાવેશ થાય છે.

કંગનાએ આમિર ખાન માટે ક્વીનનું સ્પેશિયલ સ્ક્રીન ગોઠવ્યુ હતું. ફિલ્મ જોયા બાદ આમિરની આંખો છળકાઈ આવી હતી. તેમણે કંગના રાણાવત અને ક્વીન બંનેના ભરપૂર વખાણ કર્યાં હતાં. આમિર ખાન ક્વીનમાં કંગનાના અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયાં છે, પરંતુ જ્યાં સુધી કંગનાની વાત છે, તો આમિર ભલે તેમની ઉપર ઓવારી ગયાં હોય, પણ કંગના આમિર માટે ક્રૅઝી નથી.

બૉલીવુડમાં સામાન્ય રીતે ત્રણે ખાન એટલે કે શાહરુખ, સલમાન અને આમિર સાથે કામ કરવા માટે અભિનેત્રીઓ તલસતી હોય છે. મોટાભાગની અભિનેત્રીઓ આ ત્રણે ખાન સાથે કામ કરવાની કોઈ તક ચૂકતી નથી. કેટલીક અભિનેત્રીઓને તો આવી તક જ નથી મળતી. કંગના રાણાવત પણ અત્યાર સુધી ત્રણેમાંથી કોઈ પણ ખાન સાથે લીડ હીરોઇન તરીકે કામ નથી કરી શક્યાં, પરંતુ કંગના માટે આવી બાબતો તેમની પ્રાથમિકતામાં નથી.

કંગના રાણાવતે તાજેતરમાં જ મુંબઈમાં ક્રક્સ સ્ટેશનરીના લૉન્ચિંગ પ્રસંગે આ ખુલાસો કર્યો. જોઇએ તસવીરો સાથે કે કંગનાએ શું કહ્યું :

આમિર તૈયાર

આમિર તૈયાર

આમિર ખાને ક્વીન ફિલ્મ જોયા બાદ માત્ર કંગનાના વખાણ જ નહોતા કર્યાં, પરંતુ તેમની સાથે ફિલ્મમાં કામ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

કંગનાનું લક્ષ્ય

કંગનાનું લક્ષ્ય

બીજી બાજુ કંગના રાણાવતે ક્રક્સ સ્ટેશનરી લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે તેઓ પણ આમિર સાથે કામ કરવા ઇચ્છે છે, પરંતુ તેમનું માત્ર આ જ ભાવિ લક્ષ્ય નથી.

કંઈ નક્કી નથી

કંઈ નક્કી નથી

કંગનાએ જણાવ્યું કે ભવિષ્યમાં આમિર સાથે કામ કરવાની શક્યતા છે, પરંતુ હાલ કંઈ પણ નક્કી નથી.

કલાકાર તરીકે...

કલાકાર તરીકે...

કંગનાએ જણાવ્યું - અમે ચોક્કસ એક-બીજા સાથે કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ મને નથી લાગતું કે કલાકાર હોવાના નાતે અમારી આ જ એકમાત્ર પ્રાથમિકતા છે.

રોમાંચક કામનો ઉદ્દેશ

રોમાંચક કામનો ઉદ્દેશ

કંગના કહે છે - અમારો ઉદ્દેશ તે કામ કરવાનો છે કે જે અમને રોમાંચિત કરે અને જો એવી કોઈ તક મળે, તો તે બહુ સારી વાત હશે.

પ્રાથમિકતા નથી

પ્રાથમિકતા નથી

કંગનાએ કહ્યું - પરંતુ મને નથી લાગતું કે આ મારી પ્રાથમિકતા છે. હાલ આ મારું લક્ષ્ય નથી.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

કંગના રાણાવત ક્વીનની સફળતા બાદ હવે રિવૉલ્વર રાણીમાં નજરે પડવાનાં છે.

25મી એપ્રિલે રિલીઝ

25મી એપ્રિલે રિલીઝ

રિવૉલ્વર રાણી આગામી 25મી એપ્રિલે રિલીઝ થવાની છે.

વ્યસ્ત અભિનેત્રી

વ્યસ્ત અભિનેત્રી

કંગના એક વ્યસ્ત અભિનેત્રી છે. તેમની આગામી ફિલ્મોમાં રિવૉલ્વર રાણી ઉપરાંત ઉંગલી, ધમાલ 2 અને પાવરનો પણ સમાવેશ થાય છે.

English summary
Kangana Ranaut has impressed one and all with her performance in "Queen" and superstar Aamir Khan is no exception to it. While Aamir has expressed his desire to share screen space with the actress, she doesn't see it as her "immediate goal".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X