શરમન જોશી સંગ રોમાન્સ કરશે યામી ગૌતમ?

ફિલ્મના નિર્માતા અને લેખક અંજુમ રિઝ્વીએ કહ્યું હતું કે 'અમે ફિલ્મ માટે યામી ગૌતમની પસંદગી કરી લીધી છે. શરમન જોશી સાથે અમારી વાતચીત ચાલુ છે. જલદી જ ચીજો અંતિમ રૂપ લઇ લેશે. શરમન જોશી અંતિમવાર વિનોદ ચોપડાની ફિલ્મ 'ફરારી કી સવારી'માં જોવા મળ્યો હતો. અંજુમની આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મનું નિર્દેશન શિવમ નાયર કરી રહ્યાં છે. કહેવામાં આવે છે કે ફિલ્મ એવા બે અલગ-અલગ લોકોની વાર્તા છે જે અપરંપરાગત પરિસ્થિતીઓમાં એક બીજાના પ્રેમમાં પડી જાય છે.
યામી ગૌતમ વધુ એક ફિલ્મ 'અમન કી આશા'માં કામ કરી રહી છે જેમાં તેમની સાથે પાકિસ્તાનના અભિનેતા-ગાયક અલી ઝફર મુખ્ય ભુમિકા ભજવી રહ્યાં છે. નીરજ પાંડેય આ ફિલ્મના નિર્માતા અને ઇ નિવાસ તેના નિર્દેશક છે. ફિલ્મ આ મોનસૂનમાં રિકિઝ થવાની આશા છે.












Click it and Unblock the Notifications
