પાકિસ્તાનને પ્રેમ કરતા હતાં યશ ચોપરા : ઇરમ

મુંબઈ, 29 ઑક્ટોબર : કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાને પાકિસ્તાન સાથે પ્રેમ હતો. તાજેતરમાં જ મુંબઈ આવેલાં પાકિસ્તાની દિગ્દર્શક ઇરમ પરવીન બિલાલે મીડિયાને આ માહિતી આપી હતી. બિલાલે જણાવ્યું હતું કે યશ ચોપરાના હૃદયમાં પાકિસ્તાન અંગે એક સૉફ્ટ કૉર્નર હતું. પાકિસ્તાન પ્રત્યે કુણી લાગણી હતી. બિલાલે જણાવ્યું કે યશ તેમના બહુ જ નજીક હતાં.

Yash Chopra

આઈએનએસ સાથે વાતચીત દરમિયાન બિલાલે જણાવ્યું - મને શરુઆતથી જ મુંબઈ સાથે પ્રેમ રહ્યો છે. 2004માં પહેલી વાર અહીં આવ્યો હતો. દરેક વખતે હું અહીં આવી યશજી ને મળતો હતો. તેઓ કેટલાંય વ્યસ્ત પણ હોય, પરંતુ મારા માટે 5-10 મિનિટ કાઢી જ લેતા હતાં. તેઓ મારી સાથે પોતાના અનુભવો શૅર કરતા હતાં. આજે તેમની સાથે ક્યારેય નહિં મળી શકવાની વાસ્તવિકત બહુ જ દુઃખદ છે.

બિલાલે જણાવ્યું - યોશ ચોપરા લાહોરમાં જન્મ્યા હતાં. તેથી તેમના હૃદયમાં પાકિસ્તાન અંગે હંમેશા એક સૉફ્ટ કૉર્નર રહેતું. જ્યારે તેમની ફિલ્મ વીર ઝારા રિલીઝ થઈ, ત્યારે હું અહીં હતો. મારા એક મિત્રાના મિત્રે મારી યશજી સાથે મુલાકાત કરાવી હતી. તેમણે ખુલ્લા હૃદયે મારું સ્વાગત કર્યુ હતું. તેઓ બહુ સારા માણસ હતાં અને બધાને પ્રોત્સાહન આપતા હતાં. હું કાયમ તેમની સાથે પરામર્શ કરતો રહેતો અને તેઓ કાયમ રાજ કપૂરની સ્ટાઇલમાં કહેતાં ધ શો મસ્ટ ગો ઑન. હું તેમના પરિવારને કોઈને જાણતો નથી, પરંતુ આ વખતે હું તેમના ઘરે જઈ તેમના પ્રત્યે પોતાનો આદર જરૂરથી વ્યક્ત કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X