For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસ ભૂલ ન જાના, રખના યાદ મુઝે...

|
Google Oneindia Gujarati News

કુછ સુરીલે બેસુરે ગીત મેરે
કુછ અચ્છે બુરે કિરદાર
વો સબ મેરે હૈં, ઉન સબમેં મૈં હૂઁ
બસ ભૂલ ન જાના, રખના યાદ મુઝે... જબ તક હૈ જાન

Shahrukh-Yash

આ છેલ્લા શબ્દો હતાં બહુમુખી પ્રતિભા ધરાવતાં ફિલ્મ નિર્માતા યશ ચોપરાનાં કે જે તેમણે છેલ્લી વાર જાહેરમાં કહ્યા હતાં. તેઓએ આ શબ્દો પોતાનાં 80માં જન્મ દિવસે એટલે કે ગત 27મી સપ્ટેમ્બરે કહ્યા હતાં. એટલું જ નહીં આ જ માસની 10મી તારીખે અમિતાભ બચ્ચનના જન્મ દિવસે જ્યારે યશ ચોપરા પહોંચ્યા હતાં, તો કોઈને અંદાજો પણ નહોતો કે યશ ચોપરા આ રીતે જતાં રહેશે.

પોતાના એંસીમાં જન્મ દિવસે યશ ચોપરાએ ભલે એમ જણાવ્યુ હતું કે તેઓ ફિલ્મ નિર્માણમાંથી સંન્યાસ લેનારાં છે અને જબ તક હૈ જાન તેમનાં દ્વારા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ હશે, પરંતુ જબ તક હૈ જાન ફિલ્મની જેમ તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મ નિર્માણ કરતાં રહ્યાં.

આપમાંથી ઘણાં ઓછા લોકોને ખબર હશે કે મૌસિકી અને રોમાંસના કિંગ નામે જાણીતા યશ ચોપરાએ નિયમો તોડી ફિલ્મો બનાવી હતી. તેમણે એક બાજુ એંગ્રી યંગ મૅન વાળી ફિલ્મો દીવાર, ત્રિશૂલ જેવી સીમાચિહ્ન રૂપ ફિલ્મો બનાવી, તો બીજી બાજું કભી-કભી અને ચાંદની જેવી ફિલ્મો બનાવી. તેમણે બૉલીવુડને એંટી હીરો આપ્યો તથા શાહરુખ ખાન રોમાંસ કિંગ બની ગયાં.

આજે જો શ્રીદેવી, અમિતાભ બચ્ચન અને શાહરુખ નંબર બની શક્યાં, તો તેની પાછળ માત્ર યશ ચોપરાની ફિલ્મોનો ફાળો હતો. એમની ફિલ્મોએ ઇતિહાસ રહ્યો છે.

નોંધનીય છે કે યશ ચોપરાનું ગઈકાલે નિધન થઈ ગયુ હતું અને આજે બપોરે ત્રણ વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ 80 વર્ષના હતાં.

English summary
Yash Chopra is manmaker not film maker like shahrukh, Amitabh Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X