For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2021: કમાણી મામલે આ ફિલ્મી સ્ટાર્સે તોડ્યા રેકૉર્ડ, એકે લીધી 150 કરોડ રૂપિયા ફી

આજે અમે અમુક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે 2021માં કમાણીના મામલે બધાને પાછળ છોડી દીધા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ છેલ્લા બે વર્ષથી દુનિયા કોરોના વાયરસનો સામનો કરી રહી છે પરંતુ મહામારી અને લૉકડાઉન છતાં આ વર્ષે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પોતાના પ્રશંસકો અને દર્શકોના પ્રેમના કારણે ફૂલવા-ફાલવામાં સફળ રહ્યા. આ વર્ષે ઘણા ફિલ્મ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ જેમણે બૉક્સ ઑફિસ જ નહિ પરંતુ ઓટીટી પ્લેટફૉર્મ પર પણ સારી કમાણી કરી. વર્ષ 2022ના સ્વાગત પહેલા આજે અમે અમુક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમણે 2021માં કમાણીના મામલે બધાને પાછળ છોડી દીધા.

અક્ષય કુમારે ઉભો કર્યો ફિલ્મોનો પહાડ

અક્ષય કુમારે ઉભો કર્યો ફિલ્મોનો પહાડ

આ લિસ્ટમાં અક્ષય કુમારનુ નામ સૌથી ઉપર છે કારણકે આ વર્ષે તેમની ઘણી ફિલ્મો રિલીઝ થઈ ત્યારબાદ તે વર્ષમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયા. મીડિયા રિપોર્ટ મુજબ ખેલાડી કુમાર પ્રતિ પ્રોજેક્ટ 115 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે. તેમણે 2021ની અમુક સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો આપી જેમાં સૂર્યવંશી, બેલ બોટમ શામેલ છે.

બાહુબલીની ફી કરી દેશે હેરાન

બાહુબલીની ફી કરી દેશે હેરાન

પૈસા બનાવવા મામલે સાઉથ સુપરસ્ટાર બાહુબલી એટલે કે પ્રભાસ પોતાના બૉલિવુડ સાથીઓથી પાછળ નથી. કથિત રીતે તેમને 2021 સુધી 150 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તે વર્તમાનમાં પૂજા હેગડે સાથે રાધે શ્યામની રિલીઝ માટે તૈયાર છે.

અજય દેવગણે પણ લિસ્ટમાં બનાવી જગ્યા

અજય દેવગણે પણ લિસ્ટમાં બનાવી જગ્યા

રોહિત શેટ્ટીની પોલિસ ફ્રેન્ચાઈઝીના વધુ એક સ્ટાર, અજય દેવગણ પોતાની એક ફિલ્મના માટે 60થી 125 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ વર્ષે તે ભૂજ, સૂર્યવંશી સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા.

રજનીકાંત પણ નથી કમ

રજનીકાંત પણ નથી કમ

કોઈ શંકા વિના ભારતના સૌથી મોટા સ્ટારમાંના એક એક્ટર રજનીકાંત પોતાના લાખો પ્રશંસકોને થિયેટરોમાં આવવા માટે મજબૂર કરી દે છે. રજનીકાંત સ્ટારને આ વર્ષે પ્રતિ ફિલ્મ લગભગ 125 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી.

દીપિકા પાદુકોણે કર્યુ ટૉપ

દીપિકા પાદુકોણે કર્યુ ટૉપ

અભિનેત્રીઓની વાત કરીએ તો આ વર્ષે દીપિકા પાદુકોણે ફિલ્મ નિર્માતાઓએ મોટી ફી ચાર્જ કરી. દીપિકા પાદુકોણ હાલમાં જ પોતાના પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ 83મા જોવા મળી. મીડિયા રિપોર્ટસની માનીએ તો એક ફિલ્મ માટે 15થી 30 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. દીપિકા પાદુકોણ બૉલિવુડની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંની એક છે.

કેટરીનાની કુલ ફી

કેટરીનાની કુલ ફી

વળી, આ વર્ષે એક્ટર વિક્કી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરીના કૈફ પણ કમાણી મામલે કોઈથી કમ નથી. સોશિયલ મીડિયા પર તેના લગ્નના ફોટા જોરદાર વાયરલ થયા ત્યારબાદ લોકો અભિનેત્રીની કમાણીને લઈને ચર્ચા કરવા લાગ્યા. માહિતી મુજબ કેટરીના એક ફિલ્મ માટે 15થી 21 કરોડ રૂપિયા ફી લે છે.

આલિયાએ આપી જોરદાર ટક્કર

આલિયાએ આપી જોરદાર ટક્કર

આ લિસ્ટમાં આલિયા ભટ્ટ પણ પોતાના સીનિયર અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપે છે. આલિયાની આવતા વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ વર્ષે આલિયાની ઘણી ફિલ્મો કોરોનાના કારણે ડિલે થઈ ગઈ પરંતુ તેણે પોતાના પ્રોજેક્ટથી મોટી કમાણી કરી. તે એક ફિલ્મ માટે 10થી 23 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

English summary
Year Ender 2021: Film stars who broke earning records this year, See the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X