For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2022: ધનુષના ડિવૉર્સથી લઈને નયનતારાની સરોગસી સુધી, આ વિવાદોથી ઘેરાયેલુ રહ્યુ સાઉથ સિનેમા

સાઉથ સિનેમાની ધૂમ સાથે આ વર્ષે અમુક વિવાદો પણ ખૂબ ચર્ચામાં રહ્યા. નયનતારાની સરોગસી હોય કે ધનુષના ડિવૉર્સ, આવો જાણીએ સાઉથના ચર્ચિત વિવાદો વિશે.

By Desk
|
Google Oneindia Gujarati News

Year Ender 2022: દેશમાં વર્ષ 2022 દરમિયાન સાઉથ ફિલ્મોએ ખૂબ ધૂમ મચાવી. પુષ્પા હોય કે કાંતારા લોકોએ પેટ ભરીને સાઉથની ફિલ્મોના વખાણ કર્યા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર સાઉથની ફિલ્મોએ આ વર્ષે સારી ધાક જમાવી. જો કે, સાઉથ ઈન્ડસ્ટ્રીના અમુક વિવાદો પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા. આવો જાણીએ આખા વર્ષમાં સાઉથના કયા વિવાદોએ હોબાળો મચાવ્યો.

નયનતારાની સરોગસી આવી ચર્ચામાં

નયનતારાની સરોગસી આવી ચર્ચામાં

સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી નયનતારાએ આ વર્ષે વિગ્નેશ શિવેન સાથે લગ્ન કર્યા હતા. જેના થોડા મહિનામાં જ બંને જોડિયા બાળકોના માતાપિતા બની ગયા. જેના કારણે તેમની સરોગસીની પ્રક્રિયા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. તમિલનાડુના આરોગ્ય મંત્રી મા સુબ્રમણ્યમે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં નયનતારા અને વિગ્નેશે ખુલાસો કર્યો હતો કે તેમણે 6 વર્ષ પહેલા જ પોતાના લગ્ન રજિસ્ટર કરાવી લીધા હતા અને 9 જૂન, 2022ના રોજ પોતાની ગ્રાન્ડ વેડિંગ સેરેમની રાખી હતી. ત્યારથી તેઓ ઑફિશિયલી એકબીજાના થયા. બાદમાં બંનેને સરગસી મામલે ક્લિન ચીટ મળી ગઈ.

કાંતારા પર થયો કૉપી કેસ

કાંતારા પર થયો કૉપી કેસ

ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાતારા' સિનેમાઘરોમાં સુપર હિટ રહી છે. તેનુ નિર્દેશન પણ ઋષભ શેટ્ટી દ્વારા કરવામાં આવ્યુ છે. આના પર કેરળ સ્થિત બેન્ડ થક્કુડમ બ્રિજ દ્વારા વરાહ રૂપમ ગીત માટે સાહિત્યીકચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. જો કે, કોઝિકોડની જિલ્લા અદાલતે આ અરજી ફગાવી દીધી હતી. ગીત પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો.

વિજય દેવરકોન્ડાની 'લાઈગર' પર થયો મની લૉન્ડ્રીંગનો કેસ

વિજય દેવરકોન્ડાની 'લાઈગર' પર થયો મની લૉન્ડ્રીંગનો કેસ

સાઉથ એક્ટર વિજય દેવરકોંડાની ફિલ્મ 'લાઈગર' બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી. પરંતુ તે મની લૉન્ડરિંગ વિવાદમાં આવી ગઈ હતી. અભિનેતા વિજયને આ મામલાને લઈને ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ અને મની લૉન્ડરિંગ કેસમાં ફિલ્મ માટે કરવામાં આવેલા ભંડોળ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. રાજકારણી બક્કા જડસન વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે ઘણા રાજકારણીઓએ તેમના કાળા નાણાંને વ્હાઈટમાં ફેરવવા માટે તેમાં રોકાણ કર્યુ હતુ. આ મામલામાં માત્ર વિજય જ નહીં પરંતુ નિર્દેશક પુરી જગન્નાધ અને નિર્માતા ચાર્મી કૌરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

ધનુષ અને ઐશ્વર્યાના ડિવૉર્સના સમાચારે ચોંકાવ્યા

ધનુષ અને ઐશ્વર્યાના ડિવૉર્સના સમાચારે ચોંકાવ્યા

સાઉથ એક્ટર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. રજનીકાંતે પણ તેમના સંબંધોને ઠીક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની વચ્ચે ફરી કંઈ સરખુ ન થયુ. આ કપલે વર્ષની શરૂઆતમાં જ પોતાના અલગ થવાની વાત ફેન્સને જણાવી દીધી હતી. આ કપલે 18 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે, કેટલાક મીડિયા અહેવાલો મુજબ ધનુષ અને ઐશ્વર્યાએ તેમના છૂટાછેડાને અટકાવી દીધા છે અને તેમના સંબંધોને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે થયુ સોશિયલ વૉર

અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે થયુ સોશિયલ વૉર

કિચ્ચા સુદીપ અને અજય દેવગન વચ્ચેનુ સોશિયલ વૉર જોવા મળ્યુ. ભાષાના કારણે બંને એકબીજા સાથે ભિડાઈ ગયા અને એક પછી એક ટ્વિટ પણ કર્યા હતા. કિચ્ચાએ નિવેદન આપ્યુ હતુ કે હિન્દી રાષ્ટ્રભાષા નથી. તેના પર કટાક્ષ કરતાં અજય દેવગણે પૂછ્યુ હતુ કે જો આવુ હોય તો સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબ કેમ થાય છે? તેમની આ ચર્ચા રાષ્ટ્રીય ચર્ચા બની હતી. આ વાતચીતમાં ઘણા સેલેબ્સના રિએક્શન સામે આવ્યા હતા. 'વિક્રમ રાણા' સ્ટાર અભિનેતાએ બાદમાં એક ઈન્ટરવ્યુમાં અજય દેવગનના વખાણ કર્યા હતા અને કહ્યુ હતુ કે 'અજય દેવગન ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. અહીં કંઈ નથી. હું તમને 100 ટકા કહુ છુ. થોડી ગેરસમજ થઈ છે. તેણે મને ટ્વીટ કર્યુ હતુ પણ તે ખૂબ જ પ્રેમાણ વ્યક્તિ છે. મને મારો જવાબ મળી ગયો હતો. આને સ્પષ્ટ કરવા બદલ આભાર'.

English summary
Year Ender 2022: Dhanush divorce to Nayantara's surrogacy, South cinema controversies throughout the year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X