Year Ender 2022 : આ છે 2022ની સૌથી ચર્ચિત બોલિવૂડ લવ સ્ટોરીઓ, એકે તો ફેન્સને ચૌકાવી દીધા હતા
આ વર્ષે બોલિવૂડમાં ઘણા કપલ ચર્ચમાં આવ્યા છે. તેમાં સારા અલી ખાનથી લઈને જ્હાન્વી કપૂર સુધીના નામ સામેલ છે.
બોલિવૂડ સ્ટાર હંમેશા તેની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં રહે છે. બોલિવૂડ સ્ટાર કિટ્સ અને સ્ટાર ખુદ અફેરને લઈને ફેન્સને ચૌકાવતા રહે છે. બોલિવૂડમાં આ વર્ષે પણ ઘણી લવ સ્ટોરી ચર્ચામાં રહી છે. આજે આપણે આ લવ સ્ટોરી વિશે વાત કરવાના છીએ.

સારા અલી ખાન-શુબમન ગિલ
સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનનું નામ શુભમન ગિલ સાથે જોડાયું હતું. બન્ને એક સાથે રેસ્ટોરન્ટમાં જોવા ળ્યા બાદ બન્ને ડેટ કરી રહ્યા હોવાના સમચાર વહેતા થયા હતા. ઈન્ટવ્યૂ દરમિયાન શુભમન ગીલે આ તરફ ઈશારો કર્યો હતો.

જ્હાન્વી કપૂર અને ઓરહાન અવાત્રામણિ
આ વર્ષે જ્હાન્વી કપૂરનું નામ ઓરહાન અવાત્રામણિ સાથે ખુબ ચર્ચામાં રહ્યું છે. બન્ને ઘણી વખત સાથે પાર્ટીમાં પહોંચતા જોવા મળ્યા હતા. બન્નેના અફેરના સમાચાર ફેલાયા જ્હાન્વી કપૂરે ઓરહાનને પોતાનો સારો મિત્ર ગણાવ્યો હતો.

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન
આ વર્ષે ઈબ્રાઈમ અલી ખાન પણ ખુબ ચર્ચામાં રહ્યો છે. તેનું નામ અભિનેત્રી પલક તિવારી સાથે જોડાયુ હતું. બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ ચાલી પરંતુ બન્નેએ રિલેશન વિશે કંઈ કહ્યું નથી.

કાર્તિક આર્યન અને પશ્મિના રોશન
હાલમાં જ કાર્તિક આર્યનનું નામ ઋતિક રોશનની કઝિન સિસ્ટર પશ્મિના રોશન સાથે જોડાયુ છે. બન્નેની લવ સ્ટોરીની મીડિયામાં સતત ચર્ચાઓ થઈ રહી છે. આ બન્નેના અફેકે ઘણાને ચૌકાવ્યા હતા.

ન્યાસા દેવગન અને વેદાંત મહાજન
અજય દેવગન અને કાજોલની લાડલી ન્યાસા દેવગન આ વર્ષે ખુબ ચર્ચામાં રહી છે. ન્યાસા તેના બદલાયેલા લુક સિવાય તેના અફેરને લઈને પણ ચર્ચામાં આવી હતી. ન્યાસાનું નામ આ વર્ષે વેદાંત મહાજન સાથે જોડાયુ હતું. જો કે આ બાબતે બન્નેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી.

પ્રભાસ અને કૃતિ સેનન
આ વર્ષે સૌથી ચર્ચિત લવ સ્ટોરીમાંથી એક લવ સ્ટોરી પ્રભાસ અને કૃતિ સેનનની લવ સ્ટોરી છે. હાલમાં જ એક રિયાલીટી શો દરમિયાન આ વાતનો ઈશારો મળ્યો હતો. જે બાદ સતત બન્નેના અફેરની ખબરો આવતી રહી. જો કે કૃતિ સેનને આ વાતને બકવાસ ગણાવી હતી.

દિશા પટ્ટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ
આજકાલ દિશા પટ્ટણી અને એલેક્ઝાન્ડર એલેક્સ ઘણી જગ્યાએ એકબીજાના હાથમાં હાથ નાંખીને ફરતા જોવા મળે છે. આ વર્ષે આ લવ સ્ટોરી પણ સતત ચર્ચામાં છે. ટાઈગર શ્રોફ સાથે હવે ચર્ચા છે કે દિશા પટ્ટણી એલેક્ઝાન્ડર એલેક્સને ડેટ કરી રહી છે. એલેક્સને દિશા તેનો મિત્ર ગણાવે છે.

નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદી
આ વર્ષે અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદા પણ ખુબ ચર્ચામાં રહી છે. તેનું નામ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાયુ હતુ અને બન્ને વચ્ચે અફેર હોવાના સમાચાર આવ્યા હતા. બન્ને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલ વચ્ચે બન્નેએ કોઈ ખુલાસો કર્યો નથી.

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા બાદ બન્નેના અફેરના સમચાર વહેતા થયા હતા. બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે બન્નેએ આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી.

સુષ્મિતા સેન અને લલિત મોદી
આ વર્ષની સૌથી વિવાદીત અને ચર્ચિત લવ સ્ટોરીમાં સુષ્મિતા સેન અને લલિત મોદીની લવ સ્ટોરીનો સમાવેશ થાય છે. આ બન્નેના અફેરના સમાચારે સૌને ચૌકાવ્યા હતા. લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે ફોટો શેર કરતા બન્નેના અફેરની ચર્ચા શરૂ થઈ અને તેને લઈને ટ્રોલ પણ થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
