Year Ender 2023 : આ વર્ષે સૌથી મોટા વિવાદોમાં રહ્યા આ બોલિવૂડ સ્ટાર
બોલિવૂડ અને વિવાદને જુનો નાતો છે. આ વર્ષે પણ ઘણા મોટા વિવાદ જોવા મળ્યા. આ વિવાદોમા્ં દીપિકા પાદુકોણની ભગવા બિકીનીથી લઈને આલિયા ભટ્ટના બોલ્ડ નિવેદને વિવાદ સર્જ્યો.

દીપિકા પાદુકોણ
અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ આ વર્ષે રિલીઝ થઈ અને સૌથી મોટો વિવાદ સર્જાયો. આ ફિલ્મમાં તે ઓરેન્જ કલરની બિકીનીમાં જોવા મળી. આના કારણે ઘણો વિવાદ થયો. લોકોએ ફિલ્મમાંથી આ સીન હટાવવાની પણ માંગ કરી હતી. પરંતુ આ વચ્ચે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ તેની ફિલ્મો કરતાં તેની અંગત લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તેના લિપસ્ટિક એપ્લિકેશન ટ્યુટોરિયલમાં રણબીર કપૂરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેને આલિયાનું મેકઅપ કરવાનું પસંદ નથી. જ્યારે પણ બંને બહાર જાય છે ત્યારે રણબીર આલિયાને તેની લિપસ્ટિક હટાવવા માટે કહે છે. હવે અભિનેત્રીના આ નિવેદન બાદ ટ્રોલર્સ દ્વારા રણબીરને ટોક્સિક પતિ કહેવામાં આવ્યો.
નાના પાટેકર
હાલમાં જ નાના પાટેકરનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં તે રાણસીમાં દશાશ્વમેધ ઘાટના શૂટિંગ દરમિયાન એક ફેનને થપ્પડ મારતા જોવા મળ્યા. શૂટિંગ દરમિયાન એક વ્યક્તિ અચાનક અભિનેતાની નજીક ગયો અને તેની પરવાનગી વિના સેલ્ફી લેવાનું શરૂ કર્યું. આ જોઈને નાના પાટેકરે થપ્પડ મારી દીધી. જો કે, અભિનેતાએ પછીથી કહ્યું કે તે ફિલ્મનો ભાગ છે.
મનોજ મુન્તાશીર
આદિપુરુષ ફિલ્મના લેખક મનોજ મુન્તાશીર તેમના લખેલા સંવાદોને કારણે ચર્ચામાં રહ્યા. આ સિવાય તેણે ભગવાન હનુમાન વિશે કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી. આ પછી તે ફેન્સના નિશાને ચડ્યા. લોકોએ તેના પર હિન્દુ ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. જો કે, બાદમાં મનોજ મુન્તાશીરે પોતાના નિવેદનો માટે ઘણી વખત માફી પણ માંગી.
નવાઝુદ્દીન સિદ્દીકી
બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીના અંગત જીવનમાં આ વર્ષે ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. તેની પત્ની આલિયાએ તેના પર માનહાનિનો આરોપ લગાવ્યો. આલિયાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે નવાઝે તેના બંને બાળકોને દુબઈમાં છોડી દીધા છે. આ દરમિયાન તેણે ટીકુ વેડ્સ શેરુમાં અવનીત કૌર સાથે કિસિંગ સીન કર્યો. 21 વર્ષની અવનીતને કિસ કરવા બદલ નવાઝને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો. જો કે મેકર્સે આ સીનને યોગ્ય ઠેરવ્યો.












Click it and Unblock the Notifications
