Year Ender 2024 : 2024 માં આ બોલિવૂડ અભિનેત્રીઓએ ડંકો વગાડ્યો, જાણો લિસ્ટમાં કોના કોના નામ?
Year Ender 2024 : 2024 નું વર્ષ બોલિવૂડ માટે શાનદાર રહ્યું છે. આ વર્ષે બોલિવૂડે ઘણી શાનદાર ફિલ્મો આપી અને સાથે સાથે ઘણી અભિનેત્રીઓની પણ ખુબ ચર્ચા થઈ.
આ વર્ષે બોલિવૂડ ફિલ્મોથી લઈને મોડેલિંગ સુધી ખુબસૂરત હસીનીઓની ખુબ ચર્ચા થઈ. આ લિસ્ટમાં દીપિકાથી લઈને રશ્મિકા મંદાના સુધીની અભિનેત્રીઓ છવાયેલી રહી.

દીપિકા પાદુકોણ
આ વર્ષ ખરા અર્થમાં દીપિકા પાદુકોણના નામે રહ્યું. એક તરફ તેને કલ્કી જેવી સુપર હિટ ફિલ્મ આપી તો બીજી તરફ તેણી BAFTA એવોર્ડમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય બની. ડેડલાઇનના હોલીવુડ ડિસપ્ટર્સની યાદીમાં એકમાત્ર ભારતીય તરીકે તેનો સમાવેશ થયો.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ 2024માં પેરિસ ફેશન વીકમાં ડેબ્યૂ કરીને છવાઈ ગઈ. લોરિયલ પેરિસ બ્રાન્ડની વૈશ્વિક એમ્બેસેડર તરીકે આલિયાએ રેમ્પ પર વોક કર્યું. આ ઉપરાંત આ વર્ષે તેણે મેટ ગાલા 2024માં સબ્યસાચી સાડી પહેરીને મહેફિલ લૂંટી લીધી.
કૃતિ સેનન
કૃતિ સેનન ધીરે ધીરે બોલિવૂડની પહેલી હરોળની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. તેણીએ F1 સિલ્વરસ્ટોન ઇવેન્ટમાં બધાનું ધ્યાન ખેંચ્યું અને લંડન ફેશન વીકમાં તેની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા. પેપે જીન્સની બ્રાન્ડ એમ્બેસેડર બનીને કૃતિએ ફેશન જગતમાં છવાઈ ગઈ.
રશ્મિકા મંદાના
રશ્મિકાએ મિલાન ફેશન વીકમાં બે વખત ભારતને ગૌરવ અપાવ્યું. પુષ્પા 2 ની શાનદાર સફળતાએ રશ્મિકાએ ભારતીય સિનેમાની સૌથી મોટી હિરોઈન તરીકે સ્થાપિત કરી છે, જે વૈશ્વિક સ્તરે ઓળખીતી બની છે. તેણી આ પેઢીની સૌથી મોટી હિરોઈન બની ગઈ છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરે અબુ ધાબી ગ્રાન્ડ પ્રિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. આ એક મોટી ઇવેન્ટ છે અને વિશ્વભરના ફિલ્મ, ફેશન અને રમતગમતના લોકોને આકર્ષે છે. તેણીએ રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાની પ્રભાવશાળી હાજરી દર્શાવી. આ પછી તેણીની ફિલ્મ સ્ત્રી 2 બ્લોકબસ્ટર રહી.
અનુષ્કા સેન
અનુષ્કા 2024માં ગ્લોબલ યુથ આઈકોન બની ગઈ. તેણીએ ટાઈમ્સ સ્ક્વેરમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું અને આવું કરનાર પ્રથમ ભારતીય બની. અનુષ્કાએ દક્ષિણ કોરિયાના નવા વર્ષની ઉજવણીમાં પણ ઠંકો વગાડ્યો અને તે ત્યાંના બિલબોર્ડ પર પણ જોવા મળી. આ સિવાય તેણીનું કોલબરેશન કોરિયન ઓલિમ્પિક શૂટર કિમ યે-જી સાથે પણ રહ્યું. આને અનુષ્કાને વૈશ્વિક ઓળખ અપાવી.
બનિતા સંધુ
બનિતા સંધુ હવે બ્રિજર્ટન સીઝન 3માં તેની ભૂમિકા માટે આંતરરાષ્ટ્રીય ટીવી પર છવાયેલી છે. હિટ નેટફ્લિક્સ સીરિઝમાં સંધુને બોલ્ડ અને નવા પાત્રમાં દર્શાવવામાં આવી છે, જેનાથી તેણી દુનિયાભરમાં છવાયેલી રહી.












Click it and Unblock the Notifications
