Year Ender 2024 : આ વર્ષે છવાયેલી રહી આ વેબ સિરીઝ, જાણો લિસ્ટમાં કયા કયા નામ?
Year Ender 2024 : વિતી રહેલુ 2024 નું વર્ષ ફિલ્મી દુનિયા માટે શાનદાર રહ્યું છે. કોવિડ બાદ ઈન્ડસ્ટ્રી ફરીથી પાટા પર ચડી ગઈ છે. આ વર્ષે ફિલ્મો સાથે સાથે વેબ સિરીઝની ખુબ બોલબાલા રહી.
આ વર્ષે મોસ્ટ અવેટેડ પંચાયત 3 અને મિર્ઝાપુર 3 જેવી વેબ સિરીઝ રિલીઝ થઈ તો હિરામંડી જેવી સિરીઝે પણ ખુબ ચર્ચા જગાવી.

ગ્ચારાહ ગ્યારાહ
ગ્ચારાહ ગ્યારાહ વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી. આ સીરીઝ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ કરવામાં આવી. તે સૌથી વધુ જોવાયેલી વેબ સીરીઝની યાદીમાં સામેલ છે. આ કહાની ટાઈમ ટ્રાવેલ અને રહસ્ય પર આધારિત છે. 8 એપિસોડની આ શ્રેણીમાં રાઘવ જુયાલ, કૃતિકા કામરા, ધૈર્ય કારવા અને મુક્તિ મોહન જેવા કલાકારો જોવા મળ્યા.
હીરામંડી: ધ ડાયમંડ બજાર
સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સિરીઝ હીરામંડીઃ ધ ડાયમંડ બજારે OTT પ્લેટફોર્મ પર હલચલ મચાવી દીધી. આ શ્રેણી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. 9 એપિસોડની આ શ્રેણી લોકોને ખૂબ જ પસંદ આવી. આ સિરીઝમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા જેવી હિરોઈનો એકસાથે જોવા મળી.
સિટાડેલ - હની બની
વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની એક્શન-થ્રિલર સિરિઝ સિટાડેલ - હની બની લોકોને પસંદ આવી છે. આ વેબ સિરીઝ આ વર્ષની શ્રેષ્ઠ શ્રેણીમાંથી એક છે. આ શ્રેણી OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે. વરુણ અને સામંથા ઉપરાંત તેમાં કેકે મેનન, સિમરન, સોહમ મજુમદાર, શિવંકિત સિંહ પરિહાર, કાશવી મજુમદાર, સાકિબ સલીમ અને સિકંદર ખેર મુખ્ય ભૂમિકામાં છે.
પંચાયત 3
કોમેડી-ડ્રામા વેબ સિરીઝ પંચાયત 3 એ લોકોના દિલ જીતી છે. લોકો ઘણા સમયથી આ સિરીઝના ત્રીજા ભાગની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ શ્રેણીએ રિલીઝ થતાની સાથે જ OTT પ્લેટફોર્મ પર હલચલ મચાવી દીધી હતી. આ સિરીઝમાં લીડ એક્ટર જીતેન્દ્ર કુમાર સચિવજીના રોલમાં જોવા મળ્યો.
મિર્ઝાપુર 3
વેબ સિરીઝ મિર્ઝાપુર 3 સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી દીધી. ચાહકો લાંબા સમયથી આ વેબ સિરીઝની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ સીરિઝ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી. આ વેબ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, રવિ વર્મા, શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો જોવા મળ્યા.












Click it and Unblock the Notifications
