YJHD Trailer : ‘મૈં અપની ઝિંદગી સે રફ્તાર, પાગલપન ચાહતા હૂં નૈના’

મુંબઈ, 20 માર્ચ : રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાનીનું ફર્સ્ટ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં દીપિકા તેમજ રણબીર એક ઉમંગથી ભરપૂર અને યુવાન યુગલના પાત્રમાં છે. ટ્રેલરમાં રણબીર-દીપિકાને એક એવા યુગલ તરીકે દર્શાવાય છે કે જેઓ એક-બીજાના સારા મિત્રો છે. દીપિકા રણબીરને પસંદ કરે છે, તો રણબીર પોતાનું જીવન સમ્પૂર્ણ રીતે જીવવા માંગે છે. તે એક સામાન્ય જીવન જીવવા નથી માંગતો અને નથી લગ્ન કરી પોતાના જીવનની ઝડપ સમાપ્ત કરવા માંગે છે.

yeh-jawani-hai-deewani

રણબીર ચાહે છે કે તે પોતાના જીવનમાં કંઇક અલગ કરે અને પોતાની ઝિંદગી પરિપૂર્ણ રીતે જીવે, પરંતુ એક સમય એવો આવે છે કે જ્યારે રણબીર દીપિકાને પસંદ કરવા લાગે છે અને તે પણ લગ્ન કરી પોતાના જીવનમાં સૅટલ થવા માંગે છે.

ફિલ્મના ટ્રેલરમાં રણબીર અને દીપિકા પાદુકોણે ખૂબ જ મસ્ત અને બિંદાસ્ત નજરે પડે છે. ટ્રેલરમાં રણબીર કપૂરનો ડાયલૉગ છે - મૈં અપની ઝિંદગી સે રફ્તાર, પાગલપન ચાહતા હૂં નૈના. મૈં દૌડના ચાહતા હૂં ઔર ગિરના ભી, બસ રુકના નહીં ચાહતા.

<center><iframe width="100%" height="338" src="http://www.youtube.com/embed/Rbp2XUSeUNE" frameborder="0" allowfullscreen></iframe></center>

આ ડાયલૉગ વડે રણબીર કપૂર કહેવા માંગે છે કે જીવનમાં કંઈક નવું થતું રહેવું જોઇએ. એક સરખું જીવન જીવવાથી ઝિંદગીની ગતિ થંભી જાય છે. દીપિકા પાદુકોણે પણ ફિલ્મમાં ખૂબ સુંદર અને મસ્ત-મસ્ત દેખાય છે. દીપિકા અને રણબીરની આ બીજી ફિલ્મ છે. આ અગાઉ તેમણે 2008માં બચના ઐ હસીનોં ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કર્યુ હતું.

નોંધનીય છે કે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અગાઉ પ્રેમી યુગલ હતાં અને લાંબા અફૅર બાદ બંને વચ્ચે 2009માં બ્રેકઅપ થઈ ગયું. આ બંનેની જૂની રિલેશનશિપને હવે પુનઃ હવા મળી છે. વાયજેએચડી આગામી 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના દિગ્દર્શક આર્યન મુખર્જી તથા નિર્માતા કરણ જૌહર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X