For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એક્સરસાઈઝ વિના સેક્સી દેખાવાનુ તમે વિચારી પણ ના શકો', Ashram 3ની અભિનેત્રીએ ખોલ્યા 'સુંદરતાના રાઝ'

ઈશા ગુપ્તાએ પોતાના લાઈફ સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો કહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝાની આગામી વેબ સીરિઝ આશ્રમ 3ની અભિનેત્રી ઈશા ગુપ્તા 2007માં મિસ ઈન્ડિયા સ્પર્ધાની વિજેતા રહી ચૂકી છે. તેની સુંદરતાનો એક અલગ જલવો છે. ઈશા ગુપ્તાએ પોતાના લાઈફ સાથે જોડાયેલી અમુક મહત્વની વાતો કહી છે. તેણે કહ્યુ કે પોતાના શરીરને ફિટ, સેક્સી અને પૉઝિટીવ બનાવવા માટે અમુક મહત્વના નિયમ છે. તેને ફૉલો કર્યા વિનના ખુદને ફિટ રાખવાનુ સંભવ નથી.

સેક્સી બૉડી માટે એક્સરસાઈઝ જરુરી

સેક્સી બૉડી માટે એક્સરસાઈઝ જરુરી

અભિનેત્રી ઈશા ગુપ્તા જન્નત 2, રુસ્તમ, કમાન્ડો 2 અને બાદશાહો જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. તે પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખે છે. તે પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાના માટે સમય કાઢે છે. ઈશા ગુપ્તા આકર્ષક જીવનશૈલી માટે જાણીતી છે. આનુ કારણ છે તેનો હોટ લુક. જેને જાળવવા માટે તેને ઘણી મહેનત કરવી પડે છે. અભિનેત્રી માને છે કે સેક્સી અને સકારાત્મક શરીર માટે કસરત જરૂરી છે.

આશ્રમ 3 અભિનેત્રીની ફિટનેસનો રાઝ

આશ્રમ 3 અભિનેત્રીની ફિટનેસનો રાઝ

ઈશા ગુપ્તાની ફિટનેસ અદ્ભુત છે. પરંતુ ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા એવા લોકોને સમજવામાં મુશ્કેલી અનુભવે છે જેઓ તેમની ફિટનેસ પર કામ કરવા નથી માંગતા. તેમ છતાં તેઓ પૉઝિટીવ બૉડી વિશે વાત કરે છે. ઈશા ગુપ્તા કહે છે કે કસરત વિના શરીરને ફિટ અને સેક્સી બનાવવુ શક્ય નથી. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કસરતની સાથે યોગ પણ કરવો જોઈએ. તેનાથી શરીરની પૉઝિટિવિટી વધે છે.

આશ્રમ 3માં બોલ્ડ સીન

આશ્રમ 3માં બોલ્ડ સીન

અભિનેત્રી ઈશા ગુપ્તા વેબ સીરિઝ આશ્રમ 3માં ફરી એક સેક્સી રોલમાં છે. બોબી દેઓલ દ્વારા ભજવવામાં આવેલ બાબા નિરાલા પર મજબૂત પ્રભાવ ધરાવતી સોનિયાની ભૂમિકા ઈશા ભજવે છે.

કોઈ પણ સ્થિતિમાં દેખાવા માંગુ છુ સેક્સી

કોઈ પણ સ્થિતિમાં દેખાવા માંગુ છુ સેક્સી

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશાએ કહ્યુ કે મારી પાસે એક સરળ ફોર્મ્યુલા છે. હું કોઈપણ પરિસ્થિતિમાં મારી જાતને ફિટ રાખવા માંગુ છુ. ઈશાએ વધુમાં કહ્યુ કે તેણે જોયુ છે કે જ્યારે ઘણી મહિલાઓ તેમની ફિટનેસ ગુમાવે છે ત્યારે તેઓ તેને સુધારવાનો પ્રયાસ કરતી નથી. પરંતુ મારે મારા સ્વસ્થ અને ફિટ શરીર સાથે જીવન જીવવુ છે.

બૉલિવુડ પાર્ટીઓમાં જવાનુ પસંદ નથી

બૉલિવુડ પાર્ટીઓમાં જવાનુ પસંદ નથી

આશ્રમ 3 ની અભિનેત્રીએ આ મુકામ સુધી પહોંચવાનો શ્રેય તેના પરિવારને આપ્યો. તેણે કહ્યુ કે મને લાગે છે કે મારા પરિવાર અને મિત્રો પર મારો પ્રભાવ રહ્યો છે જેના કારણે હું આ પદ સુધી પહોંચી શકી છુ. ઈશા ગુપ્તાએ કહ્યુ કે તેને બોલિવુડની પાર્ટીઓમાં જવાનુ પસંદ નથી. પણ મને વહેલુ સૂવુ, સમયસર જાગવુ ગમે છે. અભિનેત્રીએ કહ્યુ કે જો તમારી પ્રાથમિકતાઓ યોગ્ય હોય તો તમે જીવનમાં જે પણ કરવા માંગો છો તે કરી શકો છો.

English summary
You can't think of looking fit without exercise says Ashram 3 actress Esha Gupta
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X