યશ રાજનું દક્ષિણમાં પણ પ્રયાણ, બૅન્ડ બાજા બારાતની રીમેક બનાવશે
મુંબઈ, 20 જૂન : બૉલીવુડ ફિલ્મ નિર્માણ કમ્પની યશ રાજ ફિલ્મ્સ એટલે કે વાયઆરએફ દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્માણ શરૂ કરવા જઈ રહી છે. સફળતમ હિન્દી ફિલ્મ બૅન્ડ બાજા બારાતની તામિળ તેમજ તેલુગુ રીમેક દ્વારા વાયઆરએફ દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્માણ શરૂ કરશે.

વાયઆરએફ દ્વારા જારી એક નિવેદન મુજબ - આદિત્ય ચોપરાના નિર્માણ હેઠળ બનતી બૅન્ડ બાજા બારાતની તામિળ-તેલુગુ રીમેકનું દિગ્દર્શન ગોકુલ કૃષ્ણા કરશે. લોકપ્રિય દક્ષિણ ભારતીય અભિનેતા નૈની તેમજ નવોદિત અભિનેત્રી વાણી કપૂર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ ગત માસે શરૂ થઈ ચુક્યું છે, જ્યારે ફિલ્મનું નામ નક્કી કરવાનું હજી બાકી છે.
વાયઆરએફના ઉપપ્રમુખ (માર્કેટિંગ તથા કમ્યુનિકેશન) રફીક ગંગજીએ એક નિવેદનમાં જણાવ્યું - વાયઆરએફ દ્વારા નિર્માણ પામનારી પ્રાદેશિક ફિલ્મોમાં પ્રથમ ફિલ્મ બૅન્ડ બાજા બારાતની રીમેક હશે.
નોંધનીય છે કે બૅન્ડ બાજા બારાત બૉલીવુડ ફિલ્મ છે કે જેમાં અનુષ્કા શર્મા અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતાં. શાહરુખ ખાન સાથે રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કાની આ બીજી ફિલ્મ હતી.












Click it and Unblock the Notifications
