યુક્તા પર પતિનો ત્રાસ, ફરિયાદ નોંધાવી
મુંબઈ, 14 સપ્ટેમ્બર : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી યુક્તા મુખીએ પોતાના પતિ પ્રિંસ તુલી વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે.

અંબોલી પોલીસ સ્ટેશનનાં સીનિયર ઇંસ્પેક્ટર હરિશ્ચંદ્ર વાટકરે જણાવ્યું હતું કે યુક્તાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ વારંવાર તેની સાથે મારઝૂડ કરે છે અને હેરાન કરે છે. આ ફરિયાદ પછી તેમના પતિ વિરુદ્ધ બિન દખલપાત્ર ગુનાની શ્રેણીમાં કેસ નોંધવામાં આવ્યું છે.
બિન દખલપાત્ર ગુનામાં પોલીસ નથી એફઆઈઆર નોંધે છે અને કોર્ટના નિર્દેશ વગર કોઈની ધરપકડ પણ નથી કરતી. એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે યુક્તાએ લગભગ બે મહીના અગાઉ ફરિયાદ નોંધાવી હતી અને હવે તે પોતાના બિઝનેશમેન પતિ વિરુદ્ધ કોર્ટે પણ જઈ શકે છે.
યુક્તા મુખી 20 વરસની ઉંમરે 1999માં લંડન મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી. તે પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું. તેમના પતિ ન્યૂયૉર્કના વતની છે. તેઓ બિઝનેશમેન અને નાણાંકીય સલાહકાર છે. તેમના પરિવારનું ભારતમાં મોટુ બિઝનેશ એમ્પાયર છે.












Click it and Unblock the Notifications
