Pics : ગે ફિલ્મ સાથે થશે સેક્સી ઝીનતનું હૉટ કમબૅક

મુંબઈ, 28 જૂન : વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી તેમજ સેક્સ બૉમ્બ નામે વિખ્યાત અભિનેત્રી ઝીનત અમાનનું વધુ એક વાર સિલ્વર સ્ક્રીને કમબૅક થવા જઈ રહ્યું છે. આ વખતે પણ ઝીનતે હૉટ ટૉપિક ધરાવતી ફિલ્મ સાથે કમબૅક કરવાનું મૂડ બનાવ્યું છે. ઝીનત સમલૈંગિક મુદ્દે 2010માં નિર્મિત ફિલ્મ ડૂનો વાય ના જાને ક્યૂંની સિક્વલમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મ સમલૈંગિક સંબંધો પર આધારિત છે.

ફિલ્મના અભિનેતા કપિલ શર્માએ જણાવ્યું કે ફિલ્મમાં ઝીનત અમાન એક સ્વતંત્ર વિચારો ધરાવતાં, ઉદારવાદી, સુંદર પાકિસ્તાની મહિલા નાઝનીનના પાત્રમાં છે. તેમનું પાત્ર ફિલ્મની વાર્તાનો મહત્વનો ભાગ છે તથા વાર્તાને જકડી રાખવાનું કામ કરે છે. ઝીનત ફિલ્મમાં ગે વ્યક્તિના માતાનો રોલ કરી રહ્યાં છે.

કપિલ શર્માએ જણાવ્યું - ઝીનત અમાન આજે પણ હસીન છે. તેમની સાથે કામ કરવું ગર્વની વાત છે. ફિલ્મ અંગે કપિલ શર્મા બહુ જ ઉત્સાહિત અને ખુશ છે. ફિલ્મમાં ઝીનતના ગે પુત્રનો રોલ યુવરાજ પારાશર કરી રહ્યાં છે. શૂટિંગ ટુંકમાં જ શરૂ થનાર છે. સિક્વલનું નિર્માણ નૉર્વેની કમ્પની ધ હંગ્રી હર્ટ્સ કરી રહી છે. લાંબે ગાળે ઝીનતને પડદા ઉપર જોવું દર્શકો માટે સાચે જ સુખદ અનુભવ હશે.

આવો તસવીરો સાથે જણાવીએ ઝીનત અમાન અંગે કેટલીક રસપ્રદ વાતો :

ઝીનતના લગ્ન

ઝીનતના લગ્ન

ગત ફેબ્રુઆરીમાં એક સમાચારે સનસનાટી મચાવી દીધી કે ઝીનત 61 વર્ષની ઉંમરે પોતાના કરતાં 24 વર્ષ નાના મુંબઈના જાણીતા બિઝનેસ મૅન સાથે પરણી ગયાં છે, તો કેટલાંકનું કહેવું હતું કે ઝીનતે શિવસેનાના કોઇક નેતા સાથે લગ્ન કર્યાં છે કે જે તેમના કરતા અડધી ઉંમરનો છે. ભારતના પ્રથમ મિસ એશિયા પૅસેફિક રહી ચુકેલાં ઝીનતને મઝહર ખાન સાથેના પ્રથમ લગ્નથી બે પુત્રો અજાન અને જહાન છે કે જેમની ઉંમર 26 અને 23 વરસ છે.

બોલ્ડ એન્ડ સેક્સી

બોલ્ડ એન્ડ સેક્સી

રામા હરે કૃષ્ણા ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર ઝીનતને લોકો એક બોલ્ડ અભિનેત્રી તરીકે જ ઓળખે છે. જે જમાનામાં જ્યારે અભિનેત્રીઓ સાડી કે લહેંગામાં દેખાતાહતાં, તે વખતે ઝીનતે શૉર્ટ્સ ડ્રેસિસ અને બિકિની પહેરી તહેલકો મચાવી દીધો હતો.

કિસિંગ સીન

કિસિંગ સીન

ઝીતને રાજ કપૂરની સુપર-ડુપર હિટ સત્યમ્ શિવમ્ સુંદરમ્ ફિલ્મમાં પહેલી વાર પારદર્શક સાડી પહેરી અને શશિ કપૂર સાથે કિસિંગ સીન્સ આપ્યા હતાં. ફિલ્મ તેમની બોલ્ડનેસને કારણે ચર્ચિત રહી હતી.

એકતરફો પ્રેમ

એકતરફો પ્રેમ

દેવ આનંદ સાથે ઝીતનનું નામ જોડાયુ હતું. દેવ આનંદે પણ સ્વીકાર્યુ હતું, પરંતુ તેઓ હંમેશા કહેતાં કે તેઓ ઝીનતને પ્રેમ કરતા હતાં, પરંતુ ઝીનતે ક્યારેય તેમને નથી ચાહ્યાં. આ એકતરફા પ્રેમ હતો.

સંજય ખાન સાથે રિલેશનશિપ

સંજય ખાન સાથે રિલેશનશિપ

દેવ આનંદનો પ્રેમ તો ઝીનતે સ્વીકાર્યો નહિં, પણ સંજય ખાન સાથે તેઓ લાંબા વખત સુધી રિલેશનશિપમાં રહ્યાં. જોકે આ રિલેશનશિપ લગ્નમાં ન પરિણમી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X