• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રોઝલીનના રૂપમાં આવી ગઇ નવી 'સવિતા ભાભી'

By Kumar Dushyant
|

મુંબઇ, 7 જુલાઇ: પાંચ વર્ષ પહેલાં ઇન્ટરનેટની દુનિયામાં ખળભળાટ મચાવનાર દેશમુખ ફરી એકવાર ભારતમાં એક નવી કોમિક સીરીઝ લઇને આવ્યા છે. પોર્ન કોમિક પાત્ર સવિતા ભાભી પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યા બાદ દેશમુખ મુંબઇની મોડલ અને અભિનેત્રી રોઝલીન ખાનને સેમી-પોર્નના રૂપમાં લાવ્યા છે.

ભારતમાં આ પ્રથમ અવસર છે જ્યારે કોઇ સેલિબ્રિટી મોડલને આ પ્રમાણે રજૂ કરવામાં આવે. રોઝલીનકોમિક્સ ડૉટ કૉમ (http://www.rozlyncomics.com/) પર આ કોમિક સીરીઝને જોઇ શકાય છે. બીજી તરફ જે લોકો સવિતા ભાભીને મોટા પડદે જોવા માટે ઉત્સુક હતા, તેમના માટે ખરાબ સમાચાર છે કે નિર્માતા-નિર્દેશક રામગોપાલ વર્માએ આ ફિલ્મ બનાવવાનો ઇરાદો છોડી દિધો છે.

રોઝલીન સીરીઝની પ્રથમ કહાની

રોઝલીન સીરીઝની પ્રથમ કહાની

રોઝલીન સીરીઝની પ્રથમ કહાની સાઇના મુખર્જી ઉર્ફે રોઝલીનની છે, જે ફેશન જર્નાલિસ્ટના રૂપમાં નવી ઉંચાઇઓને પામવા અને પોતાના સપનાઓને પૂરા કરવા માટે માતા-પિતાની ઇચ્છાની વિરૂદ્ધ નાના શહેરમાંથી મુંબઇમાં આવી છે. અહી તે પોતાની બહેનપણી મહેકના ઘરે રોકાઇ છે અને તેની દુનિયા બદલાઇ જાય છે.

સેક્સી અને સુંદર છે કોમિક્સ

સેક્સી અને સુંદર છે કોમિક્સ

સવિતા ભાભીના આઇડિયાથી પ્રેરિત આ નવી કોમિકમાં આમ તો મસાલો નથી, પરંતુ એટલો ઓછો મસાલો નથી કે તેની ઉપેક્ષા કરવામાં આવે. પોતાના અર્ધનગ્ન વિવાદાસ્પદ ફોટા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે સમર્પિત કરીને ચર્ચાઓમાં આવનાર રોઝલીન કહે છે છે. 'મારું માનવું છે કે થોડું સંતાડી રાખીશું તો લોકો વધુ જોશે. તેનાથી લોકોની રૂચિ વધે છે. કોમિક સુંદર અને સેક્સી છે. છોકરાઓને આને જોવામાં અને વાંચવામાં મજા આવશે.

રોઝલીનની સેક્સુએલિટી લોકપ્રિય બનાવશે

રોઝલીનની સેક્સુએલિટી લોકપ્રિય બનાવશે

યૂકેમાં રહીને સવિતા ભાભી અને રોઝલીનની કોમિક તૈયાર કરનાર દેશમુખને પૂછવામાં આવ્યું કે શું રોઝલેન પર બનેલી કોમિક પહેલાંની જેમ ઉત્તેજક અને પોર્નની શ્રેણીમાં આવશે તો તેમને કહ્યું હતું કે 'રોઝલીન સવિતા ભાભીની જેવી નહી હોય, પરંતુ આ તેનાથી વધુ સેક્સી હશે. કેટલીકવાર તમે ત્યારે સેક્સી અનુભવો છો જ્યારે સામે કશું દેખાતું ન હોય અને તમે જાણો છો કો પાછળ શું છે. મને લાગે છે કે રોઝલીનની સેક્સુએલિટી અને હ્યુમર તેને વધુ લોકપ્રિય બનાવશે.

રોઝલીન કોમિક્સ ચોંકાવનારી અને વિવાદાસ્પદ હશે

રોઝલીન કોમિક્સ ચોંકાવનારી અને વિવાદાસ્પદ હશે

રોઝલીન માને છે કે પોર્ન શ્રેણીમાં જવાથી કોમિક પર પ્રતિબંધ લાગવાનો ખતરો છે. તેમને કહ્યું હતું કે અમે ધ્યાન રાખીશું કે સેક્સી ઇમેજથી આગળ વાત ન વધે. રોઝલીનની નજર ભારત સાથે પાકિસ્તાન અને કેનેડાના ઇન્ટરનેટ યૂજર્સ પર પણ છે. તે કહે છે કે આ જ અમારું મોટું માર્કેટ છે. તેમને જણાવ્યું હતું કે જેમ-જેમ રોઝલીનમાં નવી કોમિક્સ આવશે, તે ચોંકાવનારી અને વિવાદાસ્પદ હશે. તેમને કહ્યું હતું કે આ કોમિકમાં મારું નેચર, મારી ટેવો અને મારી રહેણીકહેણીનો અંદાજો હશે, પરંતુ ફેન્ટેસી રહેશે.

પરંતુ નહી બને ફિલ્મ

પરંતુ નહી બને ફિલ્મ

રામ ગોપાલ વર્માએ ભારતની પ્રથમ પોર્ન કોમિક પાત્ર સવિતા ભાભીના નામ પર ફિલ્મ બનાવવાનો ઇચ્છા વ્યક્ત કર્યો હતો. ગત વર્ષથી ચર્ચા થઇ રહી હતી કે આ ફિલ્મમાં રોઝલીન સવિતા ભાભી બનશે. રોઝલીને જણાવ્યું હતું કે ગત નવ મહિનાથી આ અંગે અમે વાતો કરી રહ્યાં હતા, પરંતુ હાલમાં અચાનક એક દિવસ રામૂનો ફોન આવ્યો કે તે ફિલ્મ કરી રહ્યાં નથી. તેમને આ અંગે કોઇ કારણ જણાવ્યું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્મા દ્વારા ફિલ્મ બનાવવાના સમાચારો ચર્ચામાં રહેતા દેશમુખે રોઝલીનનો સંપર્ક કર્યો હતો અને તેને લઇને કાર્ટૂન કોમિક તૈયાર કરવા માંગતા હતા.

રોઝલીન જ કેમ...?

રોઝલીન જ કેમ...?

આ કોમિક્સનું નિર્માણ કરનાર દેશમુખ કહે છે કે અમે 2008માં સવિતા ભાભીને રજૂ કર્યા હતા. લોકો માટે હજુ સુધી 'સૌથી હોટ ભાભી' છે. જો કે ભારતમાં તેના પર પ્રતિબંધ છે. અમે વિચાર્યું કે હવે ઘણો સમય થઇ ગયો છે, ભારતના અમારા ફેંસને કંઇક નવું આપવું જોઇએ. રોઝલીન અમને અમારા નવા કાર્ટૂન કેરેક્ટર માટે એકદમ યોગ્ય લાગી.

English summary
Deshmukh, creator of cartoon character of Savita Bhabhi, is launching a new comic series with Rozlyn as the leading lady. Model-actress Rozlyn Khan is named after a pornographic cartoon character.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more