For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના 7 IPS ને પ્રમોશન, જામનગર એસપી દિપેન ભદ્રનને એટીએસના ડીજીપી બનાવાયા!

લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે સરકારે પ્રમોશન પર મહોર મારી છે. વિગતે કરીએ તો, આ તમામ 7 આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ મોટાપાયે આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. મળી રહેલા સમાચાર મુજબ ગુજરાતના 7 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓને આઈપીએમમાંથી DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.

GUJARAT POLICE

લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે સરકારે પ્રમોશન પર મહોર મારી છે. વિગતે કરીએ તો, આ તમામ 7 આઇપીએસ અધિકારીઓને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ પ્રમોશનમાં પરીક્ષિતા રાઠોડ, મકરંદ ચૌહાણ દીપેન ભદ્રન સહિત સાત આઇપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. દીપેન ભદ્રનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન મળ્યુ છે. આ ઉપરાંત ડીસીપી ઝોન-3 અમદાવાદ શહેર મકરંદ ચૌહાણને એસીબીના ડીઆઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ આ પ્રમોશન બાદ મોટા પાયે આઈપીએસની બદલીઓ બહુ જલ્દી જોવા મળી શકે છે.

પ્રમોશન થયેલા આ સિવાયના અધિકારીની વાત કરવામાં આવે તો ડીએચ પરમાર, એમએલ નિનામા, એસપી સીઆઈડી ક્રાઈમ સૌરભ તોંબલિયા, પરિક્ષિતા ચૌહાણ અને આર એમ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવે બીજી તરફ દીપેન ભદ્રનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન અપાતા હિમાંશુ શુક્લાને રોમાં મોકલવામાં આવી શકે છે. ટૂંક જ સમયમાં જ મોટા પ્રમાણમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

English summary
7 IPS of the state were promoted, Jamnagar SP Dipen Bhadran was made DGP of ATS!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X