તરૂણ બારોટની ધરપકડ સામે વેપારીઓ દ્વારા બાપુનગર બંધનું એલાન

સાદિક એન્કાઉન્ટર કેસમાં મુંબઇના પત્રકાર કેતન તિરોડકરની ધરપકડ બાદની આ બીજી ધરપકડ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હોય તેવા પોલીસ અધિકારીની યાદીમાં બારોટ 25મા પોલીસ અધિકારી છે. સીબીઆઇએ ગાંધીનગર ઓફિસમાં આવવા પાંચમી વાર સમન પાઠવ્યા હતા. મંગળવારે તરૂણ બારોટ સવારે 11 વાગે હાજર થઇ ગયા હતા અને પૂછપરછ 4.30 વાગ્યા સુધી ચાલી હતી.
વર્ષ 2003માં સાદિક જમાલનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે તરૂણ બારોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ હતા. બુધવારે બપોર બાદ બારોટને અમદાવાદમાં મિરઝાપુર કોર્ટ કેમ્પસમાં આવેલી સીબીઆઇ કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવે એવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
