For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મા ભોમની રક્ષા કરતા જવાનોને ઢોલીવુડ કહી રહ્યું છે આભાર, રજૂ થયું સોંગ 'વંદે માતરમ્'

દેશભક્તિના અવસર પર આપણને હંમેશા બોલીવુડના ગીતો સાંભળવા મળે છે. આ બોલીવુડના સોંગ્સ દેશભક્તિનો ઉત્સાહ વધારે છે. ત્યારે હવે ખાસ ફેન્સ માટે ઢોલીવુડ દ્વારા પણ દેશભક્તિનું ગુજરાતી સોંગ રિલીઝ થયું છે. 26 જાન્યુઆરી એટલે કે આજના

|
Google Oneindia Gujarati News

દેશભક્તિના અવસર પર આપણને હંમેશા બોલીવુડના ગીતો સાંભળવા મળે છે. આ બોલીવુડના સોંગ્સ દેશભક્તિનો ઉત્સાહ વધારે છે. ત્યારે હવે ખાસ ફેન્સ માટે ઢોલીવુડ દ્વારા પણ દેશભક્તિનું ગુજરાતી સોંગ રિલીઝ થયું છે. 26 જાન્યુઆરી એટલે કે આજના પ્રજાસત્તાક દિવસે ગુજરાતી સોંગ 'વંદે માતરમ્' શુકુલ મ્યુઝિકની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ રહ્યું છે. આ ગીત દ્વારા પોતાના પરિવારથી દૂર રહીને દેશની સરહદોની, દેશની અસ્મિતાની રક્ષા કરતા જવાનોને દેશના નાગરિકો તરફથી આભાર વ્યક્ત કરાઈ રહ્યો છે.

Republic Day

આ ગીતમાં તમામ જાણીતા ગુજરાતી કલાકારો મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્રા ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ગીતનું મ્યુઝિક કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આપ્યું છે. તો આદિત્ય માધવાણીએ ગીત કમ્પોઝ કર્યું છે અને સ્વર પણ આપ્યો છે.

આજે 72મા ગણતંત્ર દિવસે રજૂ થઈ રહેલું આ ગીત તમને અખંડ દેશભક્તિના જુસ્સાનો અહેસાસ કરાવશે. જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લ અને જયેશ પટેલ શુકુલ મ્યુઝિક સાથે મળીને આ ગીત રજૂ કરી રહ્યા છે. સોંગના મેકર્સનું કહેવું છે કે આ ગીત દેશભક્તિથી ભરપૂર છે. ખાસ તો દેશના જવાનો જે દેશની રક્ષા કરે છે, તેમના માટે આભારની લાગણી પ્રસ્તુત કરતું આ સોંગ છે.

આ પણ વાંચો: Republic Day: બાંગ્લાદેશની સેનાએ ભારતીય સેના સાથે કરી પરેડ, 1971માં સાથે મળીને જીત્યું હતુ યુદ્ધ

English summary
Dhollywood is saying thank you to the soldiers guarding Maa Bhom, the song 'Vande Mataram' has been released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X