For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંડેસરા કેસઃ અહેમદ પટેલના ઘરે પૂછપરછ માટે પહોંચી ઈડી

સાંડેસરા બંધુ બેંક છેતરપિંડી અને મની લૉન્ડ્રીંગ કેસમાં ઈડીએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે તેમના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને બીજી વખતની પૂછપરછ કરી છે.

|
Google Oneindia Gujarati News

સાંડેસરા બંધુ બેંક છેતરપિંડી અને મની લૉન્ડ્રીંગ કેસમાં ઈડીએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે તેમના દિલ્લી સ્થિત નિવાસ સ્થાને બીજી વખતની પૂછપરછ કરી છે. આના પર અહેમદ પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે મોદી અને અમિત શાહજીના મહેમાન આજે ઘરે આવ્યા હતા. ઈડીના અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણ સભ્યોની એક ટીમ 23 મધર ટેરેસા ક્રિસેન્ટ સ્થિત અહેમદ પટેલના ઘરે પહોંચી હતી.

ahmad patel

વડોદરાની કંપની સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર સાંડેસરા ભાઈઓના 5700 કરોડ રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં અહેમદ પટેલને સવાલ જવાબ થઈ રહ્યા છે. આ કેસમાં ઈડી મની લૉન્ડ્રીંગની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ ઈડીની ટીમે પટેલના 23 મધર ટેરેસા ક્રિસેન્ટ સ્થિત નિવાસ પર લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારે પટેલે કહ્યુ હતુ કે મોદી અને અમિત શાહજીના મહેમાન ઘરે આવ્યા હતા.

27 જૂને થયેલી પૂછપરછ પહેલા ઈડીએ પટેલને ફરીથી બોલાવ્યા હતા પરંતુ ગુજરાતથી રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે વરિષ્ઠ નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ આપતા કોવિડ-19ના દિશા-નિર્દેશોનો હવાલો આપ્યો. ત્યારબાદ એજન્સીએ તેમના અનુરોધ પર સંમતિ દર્શાવી અને તેમને સૂચિત કર્યા કે તે તેમની પૂછપરછ માટે એક તપાસ અધિકારીને મોકલશે.

ઈડીએ ગયા વર્ષે પટેલના દીકરી ફેસલ અને જમાઈ ઈરફાન સિદ્દીકીની પણ પૂછપરછ કરી હતી. તપાસ એજન્સીને શંકા છે કે ફેસલ અને સિદ્દીકી સાંડેસરા ભાઈઓની નજીક હતા. સાંડેસરા ભાઈઓ સામે સીબીઆઈએ 2017માં બેંક ફ્રોડનો કેસ કર્યો હતો. તેના આધારે ઈડીએ મની લૉન્ડ્રીંગનો કેસ નોંધ્યો. ઈડીનો દાવો છે કે સાંડેસરા ભાઈઓએ ભારતીય બેંકોને નીરવ મોદીના મુકાબલે ઘણા વધુ ચૂનો લગાવ્યો છે. આ કેન્દ્રીય એજન્સીના સૂત્રોએ કહ્યુ કે તપાસમાં સ્ટર્લિંગ બાયોટેક લિ.(એસબીએલ)/સાંડેસરા ગ્રુપ અને તેના મુખ્ય પ્રમોટરો નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ ભારતીય બેંકો સાથે લગભગ 14,500 કરોડ રૂપિયાનુ કૌભાંડ કર્યુ છે.

મોદી સરકારે 59 એપ્સ પર લગાવ્યો બેન, ચીને કહ્યુ સ્થિતિ ચિંતાજનકમોદી સરકારે 59 એપ્સ પર લગાવ્યો બેન, ચીને કહ્યુ સ્થિતિ ચિંતાજનક

English summary
ED questions Congress leader Ahmed Patel again Sandesara brothers bank fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X