"ફોડી લઇશું યાર" ગુજરાતી ફિલ્મનું મ્યુઝિક તથા ટ્રેલર થયું લોન્ચ

Posted By:
Subscribe to Oneindia News

(માનસી પટેલ) ગુજરાતીઓની બોલચાલની ખાસિયતને સાંકળતા શબ્દ "ફોડી લઇશું" ના ધ્રુવ વાક્ય તથા મિજાજને ધ્યાનમાં રાખીને "ફોડી લઇશું યાર" નામની ગુજરાતી ફિલ્મ રીલીઝ થઈ રહી છે તેનું મ્યુઝિક તથા ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યુ હતું.

#BeingIndian: અક્ષય કુમારનું પાકિસ્તાની કલાકારો પર નિવેદન

Gujarati Film Fodi laishu Yaar Music and trailer launch

આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી છે જેનુ સંગીત ગુજરાતના પ્રખ્યાત ગાયિકા લાલિત્ય મુનશાએ આપ્યુ છે. તેમજ ગુજરાતી ટેલિવિઝન ઉપર જાણીતો મનષી સોલંકી આ ફિલ્મમા લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મની પટકથા એન્જિનિયરિંગમાં ભણતા મિત્રોની આસપાસ ફરે છે. આ યુવાનો ગુજરાતન જુદા જુદા શહેર સુરત, મહેસાણા, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી આવે છે અને તેમના જીવવની વાતો હોસ્ટેલ લાઇફ, ક્લાસરૂમ, કેન્ટિન, પરીક્ષાઓ, લવ એંગલને ફિલ્મમાં વણી લેવામાં આવ્યો છે.

હસતા રમતા મોજીલા યુવાનો એક તબક્કે કેવી મુશ્કેલીમાં ફસાઈ જાય છે અને તેઓ સિમરન નામની યુવતીનું દિલ જીતવા કેવા કેવા બલ્ન્ડર કરે છે. તે પ્રકારની એક પારિવારિક મનોરંજન ફિલ્મ રજૂ કરી રહ્યા હોવાનું ફિલ્મના ડિરેક્ટર સત્યેન વર્મા તેમજ પ્રોડ્યૂસર નિશાન શાહ, હર્ષ પટેલ તથા રાજ વૈષ્ણવે જણાવ્યું હતું. ફિલ્મમાં પ્લેબેક પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મઝમુદાર, પાર્થ ઓઝા, તથા પાર્થ ગોહિલે કર્યુ છે તેમજ કોરિયોગ્રાફી જીગર રાવેલ કરી છે.

નાના પાટેકરે પાક કલાકારોના ભારતમાં કામ કરવા પર કર્યા પ્રહાર

Gujarati Film Fodi laishu Yaar Music and trailer launch

તો ફિલ્મના ગીતો પાર્થ ગોહિલે લખ્યા છે. ફિલ્મમાં રાજ તરીકે મનિશ સોલંકી, સિમરનના પાત્રમાં અલિઆશ પ્રજાપતિ, જીગ્નેશ તરીકે ચિંતન દવે, આદિત્યના પાત્રમાં વિવેક પાઠક, તો રિયા તરીકે ક્રિષ્ના જોશી અને રાહુલ તરીકે નૈતિક દેસાઈ અને સિમરનના પિતા તરીકે જાણીતા કલાકાર પ્રશાંત બારોટે અભિનય કર્યો છે.

English summary
Gujarati Film Fodi laishu Yaar Music and trailer launch. Read more here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.