For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું- ગેરકાયદે બિલ્ડિંગ્સને તોડી પાડો

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીના અમલીકરણ અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામ

|
Google Oneindia Gujarati News

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીના અમલીકરણ અને BU (બિલ્ડીંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કરવા સાથે નિર્દેશ કર્યો હતો કે, કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઇરાઈઝ બિલ્ડીંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય.પાલિકા હોય કે મહાનગરપાલિકા,કડક પગલાં લેવાવા જ જોઈએ

Highcourt

ફાયર સેફટીના અભાવ મામલે હાઈકોર્ટે નારાજગી દર્શાવી છે. ફાયર સેફ્ટી મુદ્દે આકરા શબ્દોમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને હાઈકોર્ટે જણાવ્યુ હતું કે ફાયર સેફટી અંગે માત્ર આંકડા નહીં, પગલાં લેવાની જરૂર છે. ફાયર NOC, BU પરમિશન નથી. તેમની સામે કાર્યવાહી કરો.

હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું સખત પગલાં લેવાની જરૂર છે. તેમજ ફાયર સેફટીની સાથે બિલ્ડીંગ યુઝ પરમિશન મુદ્દે પગલા લો. ઉદાહરણ પ્રસ્તૂત કરવા અમુક બિલ્ડીંગના ડીમોલીશન કરો. કોઈપણ નાગરિક આવી ઘટનાઓમાં જીવ ન ગુમાવે. 28 નવેમ્બરની સોલા હાઈરાઝ બિલ્ડીંગમાં આગની નોંધ લેવામાં આવી છે. મનપા, નપાના વિસ્તારમાં ગેરકાયદેસર ઇમારતોની માહિતી આપો. ઇમારતો સામે ડીમોલેશન કરવાના કડક પગલાં લો તેમ હાઈકોર્ટે જણાવ્યુ હતું.

English summary
High court slams govt over fire safety issue, says demolish illegal buildings
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X