આ ગુજરાત છે કે તાલિબાન? દાહોદના ફતેપુરામાં મહિલાને જાહેરમાં માર માર્યો!
ગુજરાતના દાહોદ જિલ્લામાં એક મહિલા સાથે ક્રૂરતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં અફઘાનિસ્તાનના કુખ્યાત સંગઠન તાલિબાન કરે છે તે રીતે પરિવારના સભ્યોએ મહિલાને માર માર્યો હતો. સ્ત્રીનો એક જ દોષ હતો કે તે અન્ય સમાજની મહિલાઓ સાથે વાત કરતી હતી.

ઘટના દાહોદ જિલ્લાના ફતેપુરા ગામની છે. અહીં વલવઈ સમાજ અને ભાભોર સમાજ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. વલવઇ સમાજની એક 50 વર્ષીય મહિલા ભાભોર સમાજની મહિલા સાથે વાત કરતી હતી. મહિલાના પરિવારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. મહિલાની વાતથી રોષે ભરાયેલા પરિવારે તેને રસ્તાની વચ્ચે લાત, મુક્કા અને લાકડીઓ વડે માર માર્યો અને પછી તેને રસ્તા પર ખેંચી. સ્થળ પર હાજર કેટલાક લોકોએ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને ચાર આરોપીઓ દિતાભાઈ વલવઈ, પંકજ વલવઈ, પરુ વલવઈ અને રમણ વલવઈની ધરપકડ કરી હતી. બાદમાં મહિલાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. દાહોદ પોલીસે જણાવ્યું હતું કે, મહિલા ક્રૂરતાનો ભોગ બનવું પડ્યું કારણ કે તે ભાભોર સમાજની મહિલાઓ સાથે વાતચીત કરતી હતી. તેના પરિવારને આ વસ્તુ પસંદ ન હતી અને તેને વારંવાર આવું કરવા માટે મનાઈ ફરમાવી હતી.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
