લોકલાગણી : ફરી રિલીઝ થશે કેવી રીતે જઇશ
અમદાવાદ, 8 નવેમ્બર : બહુચર્ચિત અને સુપર હિટ ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઇશ ગત 15મી જૂન, 2012ના રોજ રિલીઝ થઈ હતી અને તેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ સ્થાપિત કર્યું છે. સમ્પૂર્ણ મલ્ટીપ્લેક્સ રિલીઝિંગ સાથે આ ફિલ્મના 1200થી વધુ હાઉસફુલ શો યોજાયાં છે. થિયેટરોમાં 105 દિવસ ચાલી ચુકેલ આ ફિલ્મે 7 ઍવૉર્ડ્સ જીત્યાં છે. ફિલ્મ અમેરિકામાં પણ રિલીઝ થઈ છે અને તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સ્થાન પામી છે.

અને હવે લોકલાગણી અને પ્રજાની ભારે માંગણીને જોતાં મલ્ટીપ્લેક્સો કેવી રીતે જઇશ ફિલ્મ 9મી નવેમ્બરે પુનઃ રિલીઝ કરવા જઈ રહ્યાં છે. જોકે આ ફિલ્મ સાત દિવસ માટે પુનઃ રિલીઝ થઈ રહી છે. ખાસ કરીને જે લોકો આ ફિલ્મ જોવાનું ચુકી ગયા છે તેમના માટે અને જેઓ ફરીથી આ ફિલ્મ જોવા માંગે છે, તેવા લોકો માટે આ ફિલ્મ ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. મલ્ટીપ્લેક્સોએ ખાસ દીવાળીને ધ્યાનમાં રાખીને પણ 9મી નવેમ્બરથી એક સપ્તાહ માટે ફિલ્મને રિલીઝ કરવાની વ્યુહરચના અપનાવી છે, કારણ કે દીવાળની તહેવારો દરમિયાન ગુજરાતી દર્શકો મોટાભાગે પરિવાર સાથે ફિલ્મો જોવા નિકળે છે. દીવાળી દરમિયાન ગુજરાતમાં પાંચ દિવસનું વૅકેશન પણ હોય છે.
દરમિયાન સિનેમૅન પ્રોડક્શન્સ લિમિટેડ શેમારૂ એન્ટરટેનમેંટ લિમિટેડ સાથે કેવી રીતે જઇશ ફિલ્મની ડીવીડી અને વીસીડી પણ 9મી નવેમ્બરે રિલીઝ કરશે. આ ડીવીડી અને વીસીડીમાં ફિલ્મ તો હશે જ, સાથે ફિલ્મના નિર્માણની વિગત, દિગ્દર્શકની પ્રોફાઇલ, ફિલ્મની યાત્રાની વિગતો પણ હશે. આ ઉપરાંત ભાષાકીય સમસ્યાના ઉકેલ માટે ફિલ્મમાં અંગ્રેજી સબટાઇટલ્સ પણ ઉમરેવમાં આવ્યા છે.
ફિલ્મના નિર્માતા નયન જૈન અને દિગ્દર્શક અભિષેક જૈને જણાવ્યું કે આ દીવાળી ગિફ્ટ ગુજરાતી ફિલ્મ ચાહકો માટે મહત્વના ઑડિયો-વીડિયો સ્ટોર્સ અને ઑનલાઇન પોર્ટલ્સ ઉપર પણ ઉપલબ્ધ હશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
