For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ ફિલ્મ અવોર્ડઃ 'રેવા' બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ

નેશનલ ફિલ્મ અવોર્ડઃ 'રેવા' બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ

|
Google Oneindia Gujarati News

દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે 66મા નેશનલ ફિલ્મ અવોર્ડ 2018 અનાઉન્સ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ભોલે અને વિનિત કાનોજિયાની ફિલ્મ રેવા બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ જીતી છે. આ ફિલ્મ ધ્રુવભટ્ટની નોવેલ તત્વમસી પર આધારિત છે. રેવા ફિલ્મ ગુજરાતના વિવિધ 15 સ્થળે શૂટ કરવામાં આવી છે અને મોટાભાગની ફિલ્મ નર્મદા નદી અને ભેડા ઘાટ પર શૂટ કરવામાં આવી છે.

reva

ફિલ્મ રેવાના ડાયરેક્ટર રાહુલ ભોલેએ કહ્યું કે હું અત્યારે 9મા આસમાને છું અને આખી રેવા ટીમ સાથે મળીને આ વિશાળ જીતનું સેલિબ્રેશન કરીશું.ઢોલીવુજ ફિલ્મ રેવા એડવેન્ચર ડ્રામા છે, ફિલ્મના પ્લોટની વાત કરીએ તો 25 વર્ષનો NRI લગ્ઝરી લાઈફ વિતાવી રહ્યો હોય છે અને અચાનક તેના દાદાનું નિધન થતાં એક જ ઝાટકે તેની આખી લાઈફ બદલાઈ જાય છે. દાદાએ પોતાની બધી જ સંપત્તિ એક દાન આપી દીધી હોય છે અને તે પાછી મેળવવા માટે હીરો રેવા નદી કાંઠે આવેલ એક આશ્રમમાં આવે છે અને તેના આ પ્રવાસને વર્ણવવામાં આવ્યો છે.

રાહુલ ભોલે અને વિનિત કાનોજીયાએ ફિલ્મ રેવા લખી છે અને ડાયરેક્ટ પણ કરી છે. પરેશ વોરાએ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ ચેતન ધાનાણી, મોનલ ગજ્જર, યતિન કારયેકર, મુની ઝા, દયા શંકર પાંડે, અભિનય બંકરે સામેલ છે.

#NationalFilmAwards: અંધાધુન બેસ્ટ ફિલ્મ, આયુષ્માન-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર#NationalFilmAwards: અંધાધુન બેસ્ટ ફિલ્મ, આયુષ્માન-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર

English summary
national film awards: gujarati film reva won award of best gujarati film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X