For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારની ત્રણ યોજનાઓએ બદલ્યુ ગરીબ મહિલાનું જીવન

ભાવનાબહેનને ત્રણ સરકારી યોજનાનો સાથ મળ્યો. દિકરાને ભણાવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) નો કાયદો તેમનો સહારો બન્યો. દિકરા રોહિતને શાહીબાગની એક ખાનગી શાળામાં પ્રવેશ મળતા રોહિતના ભણતરનો ભાર ભાવનાબેનના શીરેથી હળવો થયો.

By By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદના ગીરધરનગરમાં રહેતા 29 વર્ષના ભાવનાબેન દંતાણી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આઠ વર્ષ પહેલા તેમના પતિનું આક્મિક અવસાન થયું હતુ.એક વર્ષના દિકરા રોહિતને લઇને ભાવનાબેન ચિંતીત હતા. તેમને ભવિષ્યની જવાબદારીઓની ચિંતા સતાવતી હતી. આ કપરી પરિસ્થિતિમાં ભાવનાબહેનને ત્રણ સરકારી યોજનાનો સાથ મળ્યો. દિકરાને ભણાવવા માટે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) નો કાયદો તેમનો સહારો બન્યો. દિકરા રોહિતને શાહીબાગની એક ખાનગી શાળામાં પ્રવેશ મળતા રોહિતના ભણતરનો ભાર ભાવનાબેનના શીરેથી હળવો થયો.

government schemes

ભાવનાબેનને કોરોનાકાળમાં ગંગાસ્વરૂપ પેન્શન સહાય યોજનાની જાણકારી મળી. જેનો લાભ મેળવવા તેમણે ફોર્મ ભર્યુ અને તેમને ત્વરીત લાભ મળવાનો શરૂ થયો.આજે તેમને પેન્શનની રકમ ડીબીટી મારફતે સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. જેના કારણે ભાવનાબેનના જીવનની આર્થિક ભીંસ હળવી બની છે.

ભાવનાબેનને શિક્ષણ અને આર્થિક સહાય તો મળી હતી હવે પ્રશ્ન ભરણપોષણનો હતો.રાજ્યમાં કોરોનાના કપરો કાળ શરૂ થયો ત્યારે તેણે અનેક લોકોના જીવન બદલી નાંખ્યા. ખાસ કરીને છૂટક મજૂરી કામ કરી પેટીયુ રળતા લોકોનું જીવન અધરૂ બની ગયું હતુ. વ્યક્તિ કામ કરવા તૈયાર હોય તો પણ રોજગારી ક્યાં હતી ? આ સંજોગોમાં બે ટંકનું પૂરૂ કંઇ રીતે કરવું તેની ચિંતા ભાવનાબેનને સતાવી રહી હતી.આ જ સમયે તેમને એન.એફ.એસ.એ. દ્વારા રાહતદરે મળતા અનાજની અંગેની જાણ થઇ.અને તેના લાભ માટેની પ્રક્રિયા પૂર્ણ કરતા તેમને રાહતદરે અનાજ મળતું શરૂ થયું.

ભાવનાબેન દંતાણી આજે જ્યારે અમદાવાદના શાહીબાગની પ્રિતમપુરા પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના સહાય વિતરણ કાર્યક્રમમાં આવ્યા ત્યારે ભાવુક બનીને તેઓએ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોરોનાકપરા કાળમાં ગુજરાન ચલાવવું અત્યંત કપરૂ બની ગયુ હતુ. છૂટક મજૂરી કામ પણ બંધ થયું હતુ. તેવામાં રાજ્ય સરકાર દ્વારા મળતું પેન્શન જ એક માત્ર સહારો હતો. પરંતુ એવામાં સરકાર દ્વારા રાહત દરે અનાજ આપવાની પહેલે અમારા અંધકાર તરફ ધરેલાઇ રહેલા જીવનમાં ફરી વખત ઉજાસ પાથર્યો છે. જે માટે હું રાજય સરકારની હંમેશા ઋણી રહીશ.

English summary
Three government schemes changed the lives of poor women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X