For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અવતારઃ ધ વે ઑફ વૉટર'માં જોવા મળશે કંઈક ખાસ, ભારતીય સંસ્કૃતિ સાથે છે કનેક્શન

હૉલિવુડની આજે રિલીઝ થયેલી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વૉટર'નુ ભારતીય સંસ્કૃતિ સાથે કનેક્શન છે.

|
Google Oneindia Gujarati News

Avatar-The Way Of Water: જેમ્સ કેમરુન દ્વારા નિર્દશિત હૉલિવુડની સૌથી વધુ કમાણી કરનાર અવતાર ફિલ્મની સિક્વલ અવતારઃ ધ વે ઑફ વૉટર આજે ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ અવતાર 13 વર્ષ પહેલા રિલીઝ થયો હતો. જેણે દર્શકોને તેની 3ડી ટેકનિકથી ચોંકાવી દીધા હતા અને 2.9 બિલિયન ડૉલરની કમાણી સાથે બૉક્સ ઑફિસ પર બધા રેકૉર્ડ તોડી દીધા હતા. આજે અવતાર 2 રિલીઝ થતા જ શરુઆતની સમીક્ષાઓ સામે આવી રહી છે.

કંઈક ખાસ છે આ ફિલ્મમાં

કંઈક ખાસ છે આ ફિલ્મમાં

ઇવનિંગ સ્ટાન્ડર્ડથી શાર્લેટ ઓ'સુલ્લીવને ફિલ્મને પાંચમાંથી ચાર સ્ટાર આપીને લખ્યુ કે તેને લાગ્યુ કે આ ફિલ્મ કંઈક વિશેષ છે. આમાં કંઈક અલગ જ જોઈ શકાય છે. ઇનવર્સથી એરિક ફ્રાન્સિસ્કોએ લખ્યુ છે કે ફિલ્મ તેના પહેલા પાર્ટને પાછળ છોડી દે છે. આ ફિલ્મ દર્શકો માટે કંઈક અલગ લઈને આવી છે.

ફિલ્મની ટેકનિક જોવા લાયક

ફિલ્મની ટેકનિક જોવા લાયક

ધ ગાર્ડિયનના પીટર બ્રેડશૉએ ફિલ્મને પાંચમાંથી બે સ્ટાર આપીને લખ્યું કે મૂવીની ઘણી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને ટેકનિક પ્રભાવશાળી છે પરંતુ અમુક સ્મૃતિહીન અને નિષ્ક્રિય છે. આ ફિલ્મનુ VFX એટલુ સારુ નથી જેટલુ માનવામાં આવતુ હતુ. આ ફિલ્મ ચોક્કસથી અલગ છે પરંતુ ખાસ નથી.

ફિલ્મની કહાનીને પાણી સાથે જોડી

ફિલ્મની કહાનીને પાણી સાથે જોડી

તમને જણાવી દઈએ કે આ ફિલ્મના પહેલા ભાગમાં હવામાં લટકતા પહાડ, હવા સંબંધિત જીવોની દુનિયાને એક કાલ્પનિક દુનિયા સાથે જોડ્યા બાદ હવે હૉલીવુડના પ્રખ્યાત નિર્દેશક જેમ્સ કેમરુને પાણી સાથે તેનુ જોડાણ બતાવ્યુ છે. માહિતી મુજબ હવાની જેમ પાણી પણ ભારતીય પૌરાણિક કથાઓમાં વર્ણવેલ પાંચ તત્વોમાંનુ એક છે. જેના ઉલ્લેખ પર ભારતીય લોકોને લાગે છે કે આ ફિલ્મનુ ભારતીય જોડાણ છે.

ફિલ્મનુ ભારતીય કનેક્શન

ફિલ્મનુ ભારતીય કનેક્શન

હૉલીવુડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાંના એક જેમ્સ કેમરુને ફિલ્મ 'અવતાર'માં દર્શકોને વર્ષ 2154માં વસેલી પેંડોરાની કાલ્પનિક દુનિયાનો પરિચય કરાવ્યો હતો. એ ગ્રહ પર વાદળી રંગના લાંબા પગવાળા લોકોનો વસવાટ હતો, જેમને જેમ્સ કેમરુને નાવી નામ આપ્યુ હતુ. આ નાવી માણસો જેવા દેખાય છે પરંતુ માણસો નથી. વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'માં દુનિયાને હવામાં તરતી દેખાડ્યા બાદ હવે જેમ્સ કેમરુને પાણી સાથે પોતાનુ કનેક્શન બનાવ્યુ છે.

વિષ્ણુના અવતારને રાખવામાં આવ્યો સામે

વિષ્ણુના અવતારને રાખવામાં આવ્યો સામે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પાણીમાં રહેતા જીવો અને તેમની દુનિયા બતાવવામાં આવી છે. નાવી જે રીતે પાણીમાં રહે છે અને ત્યાં વસતા જીવો સાથે મિત્રતા અને પ્રેમ કરે છે તે જોવાલાયક છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં પાણીમાં રહેતા વિવિધ પ્રકારના જીવોનુ વર્ણન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ ત્રિમૂર્તિઓમાંના એક ભગવાન વિષ્ણુએ વિશ્વને બચાવવા માટે માછલીનો અવતાર પણ લીધો હતો. 10 અવતારોમાં ભગવાન વિષ્ણુનો આ પ્રથમ અવતાર છે. માટે આ ફિલ્મને આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ સાથે જોડવામાં આવી રહી છે.

English summary
Avatar The Way Of Water connection with Indian Culture, something special in the film
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X