Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Congrats : છ-છ બાળકોને જન્મ આપ્યા બાદ અંતે પરણી ગયાં એંજેલિના-બ્રૅડ!

પેરિસ, 29 ઑગસ્ટ : પહેલી વાર મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ દ્વારા રૂપેરી પડદે આગ લગાડનાર હૉલીવુડની સૌથી પૉપ્યુલર જોડી હવે રીલ લાઇફમાં મિસ્ટર એન્ડ મિસિસ પિટ બની ગઈ છે. હા જી, અહીં વાત થઈ રહી છે હૉલીવુડના હૉટેસ્ટ સેલિબ્રિટી કપલ બ્રૅડ પિટ તથા એંજેલિના જોલી વિશે કે જેમણે શુક્રવારે ફ્રાંસમાં લગ્ન કરી લીધાં.

મળતી માહિતી મુજબ એંજેલિના જોલી અને બ્રૅડ પિટ છેલ્લા નવ વરસથી રિલેશનશિપમાં છે અને બંને 6 સંતાનોના માતા-પિતા છે. બ્રૅંજેલિનાના પ્રવક્તા દ્વારા લગ્નની પુષ્ટિ કરવામાં આવી છે. બંનેએ પોતાના લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને કેટલાક મિત્રોને જ આમંત્ર્યા હતાં.

બ્રૅડ પિટના પ્રવક્તાના જણાવ્યા મુજબ એંજેલિના અને બ્રૅડે પહેલા કૅલિફૉર્નિયાના જજ પાસેથી લગ્નનું પ્રમાણપત્ર લીધું અને પછી ફ્રાંસ ખાતે લગ્નનું રિસેપ્શન યોજ્યું. આ પ્રસંગે તેમના છએ બાળકો પણ હાજર રહ્યા હતાં. એંજેલિના જોલી પોતાના પુત્રો મૅડૉક્સ તથા પૅક્સ સાથે નજરે પડ્યાં. તેમના બીજા બે બાળકો ઝહારા તેમજ વિવેન પણ હાજર હતા, તો બીજા બે બાળકો શિલોહ અને નૉક્સે તેમને વીંટીઓ આપી.

આ અગાઉ બ્રૅડ પિટે વર્ષ 2000માં જેનિફર એનિસ્ટન સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2005માં બંને જુદા થઈ ગયા હતાં. બીજી બાજુ એંજિલના જોલીના આ ત્રીજા લગ્ન છે. અગાઉ તેમણે બિલી બૉબ થૉરટોન (2000-03) અને જૉલી લી મિલર (1996-99) સાથે લગ્ન કર્યા હતાં.

મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ

મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ

એંજેલિના જોલી અને બ્રૅડ પિટે મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ દ્વારા રૂપેરી પડદે આગ લગાડી હતી.

પૉપ્યુલર જોડી

પૉપ્યુલર જોડી

બ્રૅંજેલિના હૉલીવુડની સૌથી પૉપ્યુલર જોડી છે.

લાંબી રિલેશનશિપ

લાંબી રિલેશનશિપ

બ્રૅંજેલિના નવ વરસથી રિલેશનશિપમાં છે.

છ બાળકો

છ બાળકો

એંજેલિના જોલી બ્રૅડ પિટ વડે છ બાળકોને જન્મ આપી ચુક્યા છે.

હવે લગ્ન

હવે લગ્ન

છ-છ બાળકોના માતા-પિતા બન્યા બાદ એંજેલિના-બ્રૅડે ગઈકાલે ફ્રાંસમાં લગ્ન કરી લીધાં.

લગ્નની પુષ્ટિ

લગ્નની પુષ્ટિ

બ્રૅંજેલિનાના પ્રવક્તા દ્વારા લગ્નની પુષ્ટિ કરવામાં આવી છે. બંનેએ પોતાના લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને કેટલાક મિત્રોને જ આમંત્ર્યા હતાં.

બ્રૅડના બીજા લગ્ન

બ્રૅડના બીજા લગ્ન

બ્રૅડ પિટે વર્ષ 2000માં જેનિફર એનિસ્ટન સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2005માં બંને જુદા થઈ ગયા હતાં. આમ બ્રૅડના આ બીજા લગ્ન થયા છે.

એંજેલિનાના ત્રીજા લગ્ન

એંજેલિનાના ત્રીજા લગ્ન

એંજિલના જોલીના આ ત્રીજા લગ્ન છે. અગાઉ તેમણે બિલી બૉબ થૉરટોન (2000-03) અને જૉલી લી મિલર (1996-99) સાથે લગ્ન કર્યા હતાં.

આ પણ વાંચો

આ પણ વાંચો

Leaked Pics : ઍરક્રાફ્ટ બન્યું બિગ બૉસ હાઉસ...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X