Must Watch: લિવ ઇન રિલેશનમાં રહેતાં પિટ-જોલી કરશે લગ્ન

હૉલીવુડના સૌથી હૉટ અને સુંદર અભિનેત્રીઓમાંના એક એંજેલના જોલી પોતાના પ્રેમી અને પોતાના બાળકોના પિતા બ્રૅડ પિટ સાથે ફાઇનલી લગ્ન કરવા જઈ રહ્યાં છે. એક અંગ્રેજી વેબસાઇટના જણાવ્યા મુજબ બ્રૅડ પિટે જણાવ્યું છે કે આ જ યોગ્ય સમય છે એંજેલિના સાથે લગ્ન કરવાનો. મને ખુશી થઈ રહી છે કે અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

પિટે ન્યુયૉર્કમાં કિલિંગ ધેમ સૉફ્ટ્લી ફિલ્મના પ્રીમિયમ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં આ માહિતી આપી. પિટે જણાવ્યું કે મારા બાળકો લાંબા વખતથી મારા લગ્નની જિદે ચડ્યાં છે. તેથી હવે મને લાગે છે કે અમારે લગ્ન કરી લેવા જોઇએ.

આપને જણાવી દઇએ કે ઑગસ્ટમાં પણ સમાચાર વહેતા થયા હતાં કે જોલી અને પિટ લગ્ન કરવાનાં છે. 2005માં પિટના છુટાછેડાનું કારણ બનેલ એંજેલિના જોલી લાંબા સમયથી બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશનમાં છે. સતત પોતાના રોમાંસના સમાચારોને ફગાવનાર જોલીએ 2006માં પીપીલ મૅગેઝીન સાથે વાતચીત કરતાં સ્વીકાર્યુ હતું કે તેઓ અને પિટ એક-બીજાને પ્રેમ કરે છે અને તેઓ પિટના બાળકના માતા બનનાર છે. જોલી અને પિટના બે બાળકો છે.

આવો આપને તસવીરો વડે બતાવીએ સુંદર અભિનેત્રી એંજેલિના જોલી વિશે રસપ્રદ વાતો.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

હૉલીવુડના સુપર સ્ટાર અને કરોડો દિલોના ધબકાર બ્રૅડ પિટ તેમજ એંજેલિના જોલી લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યાં છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

વર્ષ 2005માં પિટના પ્રથમ પત્ની સાથેના છુટાછેડા બાદ એંજેલિના જોલી લાંબા વખતથી બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશનમાં છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

જોલીએ વર્ષ 2006માં પીપીલ મૅગેઝીન સાથે વાતચીત દરમિયાન સ્વીકાર્યું કે તેઓ અને પિટ એક-બીજાને પ્રેમ કરે છે અને તેઓ પિટના બાળકના માતા બનવાનાં છે. જોલી અને પિટના બે બાળકો છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

સૌથી હૉટ જોડીઓમાં શામેલ બ્રૅડ પિટ તેમજ એંજેલિના જોલી હાલ પોતાના લગ્ન માટે પોતાના બાળકોની મદદ લઈ રહ્યાં છે. બ્રૅડ અને જોલીએ પોતાના લગ્નની તૈયારીઓની જવાબદારી બાળકોને સોંપી છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

એંજેલિનાના નજીકના સૂત્રોની માનીએ તો હૉલીવુડ સ્ટાર એંજેલિના જોલીની પ્રબળ ઇચ્છા છે કે તેઓ હવે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કરે. શક્ય છે કે તેઓ ટુંકમાં જ લોકો સામે કોઈ ફિલ્મ લઈને આવે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

પિટ અને એંજેલિના જોલી ફ્રાંસમાં લગ્ન કરશે. બંનેના પરિવારજનો પણ જોરશોરથી લગ્નની તૈયારીઓ કરી રહ્યાં છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

હંમેશા એંજેલિના બૉલીવુડના આકર્ષણના કેન્દ્ર રહ્યાં છે. ફિલ્મ ડેંજરસ ઇશ્કમાં કરિશ્મા કપૂરે તેમના લુકની કૉપી કરી હતી.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

એંજેલિના જોલીને તેમની ફિલ્મ ઇન ધ લૅન્ડ ઑફ બ્લડ એન્ડ હની માટે માનવાધિકારો અંગે લોકોને જાગૃત કરવા બદલ સન્માનિત કરાયા હતાં.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

એંજેલિના જોલીએ બ્રૅડ પિટને ઉપહાર તરીકે એક ઝરણું આપ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જોલીએ કૅલીફોર્નિયામાં એક ઝરણાની આસપાસ જમીન ખરીદી પિટને ગિફ્ટમાં આપી છે.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

જોલીને લાગે છે કે તેઓ ક્યારેય પોતાના માતા માર્શલીન બર્ટર્રેડ જેટલા શ્રેષ્ઠ મહિલા નહિં બની શકે. જોકે તેઓ ઇચ્છે છે કે તેઓ પોતાના બાળકો માટે તેમના માતા જેવા જ મૉમ બની શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X