અમેરિકાના સેલિબ્રિટી શેફ ચાર્લી ટ્રોટરનું નિધન
લૉસ એંજલ્સ, 6 નવેમ્બર : અમેરિકાના સર્વશ્રેષ્ઠ ચાર્લી ટ્રોટર રેસ્ટોરંટોના માલિક સેલિબ્રિટી શેફ ચાર્લી ટ્રોટરનું નિધન થઈ ગયું છે. તેઓ 54 વર્ષના હતાં.

ચાર્લીના પત્ની રોશૅલ ટ્રોટરે મંગળવારે રાત્રે એક નિવેદનમાં પોતાના પતિના અચાનક મોત અંગેની માહિતી આપી. તેમણે જણાવ્યું - અમે લિંકન પાર્ક ખાતે આવેલ અમારા ઘરમાં ચાર્લીને આકસ્મિક રીતે ગુમાવી દેવાના પગલે ખૂબ જ સ્તબ્ધ અને દુઃખી છીએ. તેઓ બહુ પ્રિય હતાં અને આ વાતને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી કે અમને તેમની કેટલી ઉણપ સાલશે.












Click it and Unblock the Notifications
