પ્રિયંકા ચોપરાના ગાયબ હોવા પાછળનું કારણ

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરાની નવી હોલિવૂડ ફિલ્મ 'બેવોચ'નું ટ્રેલર ગઇકાલે રિલિઝ થઇ ગયું છે, જેની તેના ફેન્સ આતુરતાથી રાહ જોતા હતા. પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાંથી ગાયબ છે. તેની હોલિવૂડ સિરિયલ 'ક્વૉન્ટિકો' અને ત્યાર બાદ ફિલ્મ 'બેવોચ' ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે તેણે બોલિવૂડની કોઇ મોટી ફિલ્મ સાઇન નથી કરી. એવામાં સ્વાભવિક છે કે પ્રિયંકાના ફેન્સ તેની હોલિવૂડ ફિલ્મની રાહ જોતા હોય.

સાથે જ વાંચો ફિલ્મ બેફિકરેનો મૂવિ રિવ્યૂ અહીં..

પરંતુ આ ટ્રેલરમાં પ્રિયંકાના ફેન્સને નિરાશા હાથ લાગી છે, 'બેવોચ'ના ટ્રેલરમાં પ્રિયંકાની માત્ર એક આછી ઝલક જ દેખાઇ રહી છે અને તે પણ ખૂબ ધ્યાનથી જોતાં જ ખ્યાલ આવે કે સિનમાં પ્રિયંકા હતી. લોકોને આશા હતી કે જેમ 'xxx' ના ટ્રેલરમાં દિપિકા છવાઇ ગઇ હતી, એમ જ 'બેવોચ'ના ટ્રેલરમાં પ્રિયંકા પડદા પર છવાઇ જશે. પરંતુ એવું કંઇ ન બનતા પ્રિયંકાના ફેન્સ નિરાશ થયા છે.

બેવોચનું 'મચ અવેઇટેડ' ટ્રેલર

બેવોચનું 'મચ અવેઇટેડ' ટ્રેલર

પ્રિયંકા ચોપરાની હોલિવૂડ ફિલ્મ 'બેવોચ'ના ટ્રેલરની ભારતમાં પણ કાગડોળે રાહ જોવાતી હતી. પ્રિયંકાએ તેની આ ફિલ્મનું ટિઝર અને ટ્રેલર બંન્ને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યાં હતા અને ખૂબ જોશથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. લોકોમાં ફિલ્મ અંગે ખૂબ જિજ્ઞાસા હતી, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં પ્રિયંકાની માત્ર એક ઝલક જોઇ લોકો નિરાશ થયા છે. ઘણાએ તો પ્રિયંકાની મજાક પણ ઉડાવી હતી, કારણ કે, આટલા જોર-શોરથી ફિલ્મને પ્રમોટ કરવામાં લાગેલી પ્રિયંકા જ ટ્રેલરમાંથી ગાયબ છે.

ડ્વેન જ્હોનસનનો જવાબ

ભારતીય માડિયા અને સોશિયલ મીડિયા પર પ્રિયંકાની આવી મજાક બનતી જોઇ ફિલ્મના હીરો પ્રિયંકાના બચાવમાં આગળ આવ્યાં છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે કોમેન્ટ કરતાં લખ્યું છે કે, "અમારા સૌ ફેન અને ભારતીય પ્રેસ મિત્રો, 'બેવોચ'માં પ્રિયંકા સૌ પર ભારે પડશે. મારા પ્લાન પર વિશ્વાસ રાખો. બોસ આવી રહી છે.." એટલે કે ફિલ્મના ટ્રેલરમાંથી પ્રિયંકાની બાદબાકી એ તેમની પ્રમોશનલ સ્ટ્રેટેજીનો જ એક ભાગ છે.

પ્રિયંકાએ પણ કર્યું ટ્વીટ

પોતાના કો-એક્ટરના આ બચાવના જવાબમાં પ્રિયંકાએ પણ સામે ટ્વીટ કરતાં લખ્યું છે કે, "થેન્ક યૂ ડીજે! મને પહેલા દિવસથી જ તમારા પર વિશ્વાસ છે. ભારત તમને ખૂબ પ્રેમ કરે છે અને ફિલ્મ 'બેવોચ'ને પણ એટલો જ પ્રેમ આપશે." પ્રિયંકાના કૂલ એન્ડ કામ અંદાજ પરથી એ વાત તો સ્પષ્ટ છે કે પ્રિયંકા પોતાની આ ફિલ્મ અને એમાં તેના રોલને લઇને ખૂબ કોન્ફિડન્ટ છે.

'બેવોચ' ફિલ્મ

'બેવોચ' ફિલ્મ

પ્રિયંકાની હોલિવૂડ ટેલિવિઝન સિરિઝ 'ક્વૉન્ટિકો'ને મળેલી અનહદ પ્રશંસા અને સફળતા બાદ ફિલ્મ 'બેવોચ' પર લોકોને ખૂબ આશા છે. આ ફિલ્મ '90ના દાયકાની એક અંગ્રેજી સિરિઝ પર આધારિત છે. શાનદાર વોટર સર્ફિંગ સિન, ડ્વેન જ્હોનસન અને પ્રિયંકાના હોટ એન્ડ સેન્સ્યૂઅલ લૂકથી દર્શકો ખૂબ ઇમ્પ્રેસ થયા છે. આ ફિલ્મ 26 મે, 2017ના રોજ રિલિઝ થવાની છે.

English summary
Dwayne comments on Priyanka's little appearance in Baywatch trailer on twitter.
Please Wait while comments are loading...