Grammy Awards 2023: બિયૉન્સે નૉલસેએ 32મી વાર જીત્યો ગ્રેમી અવૉર્ડ, જુઓ વિનર્સની આખી યાદી
રવિવારે લૉસ એન્જેલસમાં યોજાયેલા 65માં ગ્રેમી અવૉર્ડસમાં જાણીતી પૉપ સિંગર બિયૉન્સે નૉલેસે ત્રણ અવૉર્ડ જીતી ઈતિહાસ રચી દીધો છે.
Grammy Awards 2023 Winner List: દુનિયાના સૌથી મોટા મ્યૂઝિક અવૉર્ડસ 65માં ગ્રેમી અવૉર્ડસ 2023નુ આયોજન રવિવારે લૉસ એંજેલસમાં કરવામાં આવ્યુ. 65માં ગ્રેમી અવૉર્ડસમાં જાણીતી પૉપ સિંગર બિયૉન્સે નૉલેસે ત્રણ અવૉર્ડસ જીતીને ઈતિહાસ રચી દીધો છે. બિયૉન્સે અત્યાર સુધીમાં 32 વાર ગ્રેમી અવૉર્ડસ જીત્યા છે.

સીબીએસ પર શોની શરૂઆત થઈ ત્યાં સુધીમાં બિયૉન્સે બે ગ્રેમી અવૉર્ડ જીતી ચૂકી હતી. બિયૉન્સે 65માં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડાંસ/ઈલેક્ટ્રોનિક મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં રેનેસેન્સ માટે વિનર બની. આ ઉપરાંત બિયૉન્સે ઈલેક્ટ્રોનિક બિયૉન્સ નૉલ્સ માટે બેસ્ટ ડાંસ/ઈલેક્ટ્રોનિક રેકોર્ડિંગમાં પણ બ્રેક માય સોલ માટે ગ્રેમી અવૉર્ડ જીત્યો હતો. આ સિવાય બિયૉન્સ નૉલ્સને બેસ્ટ આર એન્ડ બી સોંગ કેટેગરીમાં પણ જીત મળી હતી.
2023ના ગ્રેમી અવૉર્ડ્સમાં કોણ બન્યુ વિનર?
- બેસ્ટ રેગ્ગી આલ્બમ: બેસ્ટ રેગ્ગી આલ્બમ કેટેગરીમાં ધ કોલિંગ - કબાકા પિરામિડે એવોર્ડ જીત્યો.
- બેસ્ટ અમેરિકન રૂટ્સ સોંગ: બૂની રેટને 65માં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ અમેરિકન રૂટ્સ સોંગ કેટેગરીમાં 'જસ્ટ લાઈક ધેટ' માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
- બેસ્ટ કન્ટ્રી સોલો પરફોર્મન્સ: લાઇવ ફૉરએવર માટે બેસ્ટ કન્ટ્રી સોલો પરફોર્મન્સ કેટેગરીમાં વોલી નેલ્સનને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
- બેસ્ટ રેપ આલ્બમ: પુષા ટી - ઇટ્સ ઓલમોસ્ટ ડ્રાયને આ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
- બેસ્ટ મ્યૂઝિક અર્બન આલબમ: આ કેટેગરીમાં રાઉ એલેજાન્ડ્રો - ટ્રેપ કેક, વોલ્યુમ. 2 વિજેતા બન્યા.
- બેસ્ટ પૉપ ડ્યુઓ/ગ્રુપ પરફોર્મન્સ: સેમ સ્મિથ અને કિમ પેટ્રાસ - અનહોલીને આ કેટેગરીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
- બેસ્ટ કન્ટ્રી આલ્બમ: વિલી નેલ્સન આ કેટેગરીમાં અ બ્યુટીફુલ ટાઈમ માટે જીત્યો.
- બેસ્ટ પોપ વોકલ આલ્બમ: આ કેટેગરીમાં હેરીઝ હાઉસ માટે હેરી સ્ટાઇલને એવોર્ડ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
