• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેકરથી ડર્યા વગર એક્ટ્રેસે ટ્વિટર પર પોતે જ શૅર કરી ટોપલેસ તસવીર

|

કામ દરમિયાન મહિલાઓનું શોષણ થવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં પણ આવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે, જ્યારે મહિલાઓ સાઈબર ક્રાઈમનો શિકાર બની હોય. જો કે હવે સમય બદલાઈ રહ્યો છે. મહિલાઓ આવી ઘટનાઓ પર ચૂપ રહેવાના બદલે ખુલીને જવાબ આપી રહી છે. અમેરિકન એક્ટ્રેસ બેલ થોર્ન સાથે પણ કંઈક આવું જ થયું. એક હૅકરે તેનો ફોન હૅક કર્યો અને તેની અંગત તસવીરો ઓનલાઈન લીક કરવાની ધમકી આપી. જો કે એક્ટ્રેસ બેલા થોર્ને હાર ન માની અને હેકરને પાઠ ભણાવ્યો. બેલા થોર્ને જાતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાની ટોપલેસ તસવીરો શૅર કરી નાખી.

આ પણ વાંચો: નાહવાની આ રીતે કમાલ કરી, 44 વર્ષે પણ આ મોડેલ દેખાઈ રહી છે 21 વર્ષની

'ભાડમાં જાય તુ અને તારા વિચારો'

'ભાડમાં જાય તુ અને તારા વિચારો'

અમેરિકન એક્ટ્રેસ બેલા થોર્ને ગત શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર હેકર્સ સાથેની વાતનો સ્ક્રીન શોટ પોતાની ટોપલેસ તસવીરો સાથે શ2ર કર્યો. હેકરે બેલાનો ફોન હેક કરીને તેમાંથી તેના અંગત ફોટા ચોરી લીધા હતા. બાદમાં તે ફોટા ઓનલાઈન લીક કરવાની ધમકી આપી. જવાબમાં બેલાએ હેકરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બેલાએ પોતાના ફોટા સાથે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું,'ભાડમાં જાય તુ અને તારા વિચારો. જેમાં તને લાગે છે તું મને દબાવી દઈશ. હું મારા આગામી પુસ્તકમાં આ વિશે લખવાની છું.' બેલાના આ પગલાંને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ તેના વખાણ કર્યા છે.

'આ તસવીરો હું જાતે જ બતાવવા જઈ રહી છું'

'આ તસવીરો હું જાતે જ બતાવવા જઈ રહી છું'

21 વર્ષીય બેલા થોર્ને આ તસવીરો સાથે એક મેસેજ પોસ્ટ કરીને કહ્યું,'પાછલા 24 કલાકમાં મને મારા જ નગ્ન ફોટો બતાવીને ધમકાવવામાં આવી રહી છે. મને આ ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું છે. હું જોઈ રહી છું, મને લાગે છે કે કોઈએ મારી એ વસ્તુ લઈ લીધી છે કે જેને હું ઈચ્છું છું કે માત્ર ખાસ વ્યક્તિઓ જ જુએ.' બેલા થોર્ને આગળ લખ્યું કે આ તસવીરો હું પોતે જ બતાવવા જઈ રહી છું, કારણ કે આ મારો નિર્ણય છે અને તેના પછી તું કશું મેળવી નહીં શકે. બાદમાં બેલા થોર્ને એક મેગેઝિન સાથે વત કરતા કહ્યું કે મને લાગે છે કે તે હજી નાદાન છે. આ હેકર કોઈ સગીર છોકરો છે. એટલે હું તેને સમજવાની કોશિશ કરી રહી છું.

'આજે રાતે હું સારી રીતે સૂઈ શકીશ'

'આજે રાતે હું સારી રીતે સૂઈ શકીશ'

બેલા થોર્ને કહ્યું, 'મને આ વાતોથી લાગી રહ્યું છે કે કોઈ 17 વર્ષનો છોકરો છે, એટલે હું તેને પાઠ ભણાવવા ઈચ્છતી હતી. તે કોઈ બાળક છે જેણે ખોટી ભૂલ કરી છે. પરંતુ હું નથી ઈચ્છતી કે 17 વર્ષના છોકરાની લાઈફ બરબાદ થાય. હા એ સ્માર્ટ છે. જો તેને સાચી દિશા મળે તો તે પણ સારો નાગરિક બની શકે છે. તમે ફક્ત કોઈની ખરાબ બાજુ જોઈને તેના વિશે નિર્ણય ન લઈ શકો, તેને સજા ન આપી શકો. પરંતુ તેની સારી બાજુ જોઈને પણ તેને ઉજાગર કરી શકો છો. મેં જાણી જોઈને આવું કર્યું છે, આજે રાતે હું સારી રીતે સૂઈ શકું છું.' ઉલ્લેખનીય છે કે બેલા થોર્ન આવી પહેલી એક્ટ્રેસ નથી જેની તસવીરો હૅક થઈ હોય. આ પહેલા 2014માં જેનિફર લોરેન્સ, રિહાના, કેટ એપ્ટન અને અન્ય અભિનેત્રીઓ પણ સાઈબર ક્રાઈમનો શિકાર થઈ ચૂકી છે.

હંસિકા મોટવાની સાથે પણ થઈ છે ઘટના

હંસિકા મોટવાની સાથે પણ થઈ છે ઘટના

તમને જણાવી દઈે કે બોલીવુડ પણ સાઈબર ક્રાઈમથી બચી નથી શક્યું. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં હેકર્સે આપ કા સુરુર ફેમ હંસિકા મોટવાનીનો ફોન હેક કરીને સ્વિમસ્યૂટમાં તેની કેટલીક અંગત તસવીરો ઈન્સ્ટાગ્રામ પર લીક કરી હતી. આ તસવીરોમાં હંસિકા ટુ પીસ બિકીનીમાં અરીસા સામે ઉભી રહીને સેલ્ફી લેતી દેખાતી હતી. બાદમાં હંસિકાએ ટ્વિટ કરીને આ ઘટના અંગે માહિતી આપી હતી. જો કે બાદાં ઈન્સ્ટાગ્રામે આ તસવીરો હટાવી લીધી હતી. તેમાંથી કેટલાક ફોટા ટ્વિટર પર પણ અપલોડ થયા હતા, જે બાદમાં ડિલીટ કરાયા હતા. હંસિકાને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે કહ્યું કે કોઈએ મારો ફોન અને ટવિટર અકાઉન્ટ હેક કરીને મારા ફોટો લીક કર્યા છે.

English summary
hollywood actress bell thorne shares top less pictures, know the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X