• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Cool Cool : એએલએસ જાગૃતિ માટે આઇસ બકેટ ચૅલેંજ ઉપાડતી હૉલીવુડ સેલિબ્રિટીઓ

|

બરફમાં રમવાની અને મસ્તી કરવાની મજા તો ઘણા લોકોએ લીધી હશે. ક્યારે કાશ્મીર કે હિમાચલ પ્રદેશ ગયા હોઇએ અથવા આપણા જ શહેરમાં ક્યાંક વૉટર-પાર્ક કે સ્નો-પાર્કમાં જઈ આવી મજા લઈ શકાય છે, પરંતુ શું બરફ વડે ન્હાવાની ચૅલેંજ ઉપાડી છે ક્યારેય?

અરે, બરફથી ન્હાવાની ચૅલેંજ પણ એક વાર ઉપાડી શકાય, પરંતુ અમે અહીં વાત કરી રહ્યા છીએ એએલએસ આઇસ બકેટ ચૅલેંજની. તમે વિચારતા હશો કે આ વળી શું છે? ભાઈ, આઇસ બકેટનો મતલબ તો સમજી જ ગયા હશો. બરફ ભરેલી ડોલ કે બાલ્ટી. હવે વાત રહી એએલએસની, તો આનો મતલબ થાય છે Amyotrophic lateral sclerosis. આ મસ્તિષ્ક સાથે જોડાયેલી એક બીમારી છે અને તેના પ્રત્યે જાગૃતિ લાવવા માટે સેલિબ્રિટીઓ આઇસ બકેટ ચૅલેંજ સ્વીકાર કરે છે અને તેને પાર પાડ્યા બાદ તે બીજા ત્રણ જણાને આવી ચૅલેંજ ફેંકે છે.

આપણા બૉલીવુડમાં તો આ એલએએસ આઇસ બકેટ ચૅલેંજ વિશે વધુ સાંભળવામાં આવ્યુ નથી, પણ હૉલીવુડ સેલિબ્રિટીઓ મોટાપાયે આવી ચૅલેંજ ઉપાડી લે છે અને તેમાં અભિનેતાઓ જ નહીં, પણ અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે.

ચાલો સ્લાઇડરમાં તસવીરો સાથે જોઈ લ્યો :

વિન ડીઝલ

વિન ડીઝલ

ધ ગાર્જિયન્સ ઑફ ધ ગૅલેક્સી ફિલ્મના અભિનેતા વિન ડીઝલે ચૅલેંજ ઉપાડી હતી અને એંજેલિના જોલી તથા અન્યોને ભાગ લેવા આમંત્ર્યા હતાં.

ઇગ્ગી અઝાલિયા

ઇગ્ગી અઝાલિયા

ઑસ્ટ્રેલિયન રૅપર ઇગ્ગી અઝાલિયાએ જેનિફર લોપેઝનો પડકાર સ્વીકારી લઈ બિકિનીમાં બરફથી ન્હાયા હતાં.

બ્રિટની સ્પીયર્સ

બ્રિટની સ્પીયર્સ

બ્રિટની સ્પીયર્સે ચૅલેંજ સ્વીકારી અને વીડિયો પોસ્ટ કરી જણાવ્યું - "I accept the #ALSIceBucketChallenge @JamieLynnSpears...,"

સેલેના ગોમ્ઝ

સેલેના ગોમ્ઝ

ક્યૂટ સિંગર અને અભિનેત્રી સેલેના ગોમ્ઝે 16મી ઑગસ્ટે જસ્ટિન બીબરનો પડકાર સ્વીકાર્યો અને બરફ-સ્નાન કર્યું હતું.

ડેવિડ બેકહમ

ડેવિડ બેકહમ

હૅન્ડસમ ડેવિડ બેકહમે શર્ટલેસ થઈ ચૅલેંજ સ્વીકારી હતી અને ફેસુબક પર કહ્યુ હતું - "Thanks for the ALS Ice bucket challenge nomination Ryan Seacrest,"

એલિસન વિલિયમ્સ

એલિસન વિલિયમ્સ

અભિનેત્રી એલિસન વિલિયમ્સ કો-સ્ટાર લેના દુન્હમ્સનો પડકાર સ્વીકારી બરફ-સ્નાન કર્યુ હતું. તેમણે પોતાના ફૅન્સને એએલએસ ડોનેટ કરવા પણ કહ્યુ હતું.

ગિસેલે બન્ડચેન

ગિસેલે બન્ડચેન

સ્ટનિંગ સુપરમૉડેલ ગિસેલે બન્ડચેને પડકાર સ્વીકારી ઇંસ્ટાગ્રામ પર લખ્યું - મારા અંકલ મિલ્ટન તથા માયા પ્રિય મિત્ર ચાર્લનની માતા એએલએસ ફાઇટમાં હારી ગયાં. તેમના સન્માનમાં અને એએલએસથી પ્રભાવિત તમામ પરિજનો માટે હું પૈસા દાન કરૂ છું અને આઇસ બકેટ ચૅલેંજ પણ સ્વીકારૂ છું. I am challenging Anna Wintour, @MarioTestino and @Shakira. ‪#‎IceBucketChallenge"

રીટા ઓરા

રીટા ઓરા

રીટા ઓરાએ ઇંસ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો અને લખ્યું - મેં ન્યૂયૉર્કની શેરીઓમાં આ કર્યું.

બેન એફ્લેક

બેન એફ્લેક

એકેડેમી ઍવૉર્ડ વિજેતા બેન એફ્લેકે પત્ની જેનિફર ગાર્નરની મદદથી આ પરાક્રમ કર્યો.

જૅમી ડૉર્નન

જૅમી ડૉર્નન

ધ ફિફ્ટી શેડ્સ એક્ટર જૅમી ડૉર્નને ચૅલેંજ સ્વીકારી, પણ શર્ટલેસ થયા વગર.

એડમ લેવિન

એડમ લેવિન

નવા-નવા લગ્ન કરનાર સિંગર એડમ લેવિને પણ આઇસ બકેટ ચૅલેંજ સ્વીકારી હતી.

ઝૅક એફ્રૉન તથા આશ્લે ટિસ્ડલે

ઝૅક એફ્રૉન તથા આશ્લે ટિસ્ડલે

ડિઝની સ્ટાર્સ તથા ફ્રેન્ડ્સ ઝૅક એફ્રૉન અને આશ્લે ટિસ્ડલેએ ચૅલેંજ સ્વીકારી હતી.

લૅડી ગાગા

લૅડી ગાગા

પૉપ સ્ટાર લૅડી ગાગાએ એડિલને આમંત્રી પોતાના વીડિયોમાં કહ્યું - "#SharePainShowCompassion,"

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝે પણ આવી ચૅલેંજ સ્વીકારી હતી અને ઇગ્ગી અઝાલિયા, પિટબુલ તથા તેના બીએફએફ લીહ રેમિનીને નૉમિનેટ કર્યા હતાં.

રોચી-અલ્બા-સ્ટિફની

રોચી-અલ્બા-સ્ટિફની

નિકોલ રીચી, જેસિકા અલ્બા તથા ગ્વેન સ્ટિફની એક-બીજાની ચૅલેંજ સ્વીકારી બરફ-બાથ કર્યુ હતું.

ઓપ્રાહ વિન્ફ્રે

ઓપ્રાહ વિન્ફ્રે

ઓપ્રાહ વિન્ફ્રે પણ બરફ-સ્નાન કરતા જણાય છે.

ક્રિસ બ્રાઉન

ક્રિસ બ્રાઉન

ધ ટર્ન અપ ધ મ્યુઝિક સિંગર ક્રિસ બ્રાઉને ટી-શર્ટ સાથે આઇસ બકેટ ચૅલેંજ ઉપાડી હતી.

જસ્ટિન બીબર

જસ્ટિન બીબર

જસ્ટિન બીબરે કિચન પૅનનો યૂઝ કરી આઇસ બકેટ ચૅલેંજ પાર કરી હતી.

એમ્મા સ્ટોન

એમ્મા સ્ટોન

સ્ટનિંગ ક્રૅઝી સ્ટુપિડ લવ એક્ટ્રેસ એમ્મા સ્ટોને સ્વેટર સાથે આ ચૅલેંજ સ્વીકારી હતી.

જુઓ બેકાબૂ નિકી મિનાજ

જુઓ બેકાબૂ નિકી મિનાજ

‘એનાકોન્ડા'માં Crazy બની નિકી મિનાજ, ડ્રેક સામે ગુમાવ્યો કાબૂ!

English summary
The ALS Ice Bucket Challenge (also known as Lou Gehrig's Disease) has become a rage in Hollywood. Check out pics of Hollywood stars who took the ice bucket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more