• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reunite Couple : સેલેના-જસ્ટિનનો Romance ફરી પરાકાષ્ઠાએ, જુઓ 12 Romantic Moments

|

લૉસ એંજલ્સ, 29 ઑગસ્ટ : અગાઉ એક-બીજા સાથે ડેટ કરી ચુકેલા પૉપ સ્ટાર સેલેના ગોમ્ઝ તેમજ જસ્ટિન બીબર ફરી એક વખત રોમાંસ કરવાના મૂડમાં છે. ગોમ્ઝ અને બીબરના દિલો ફરી એક-બીજા માટે ધડકવા આતુર છે.

હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો થોડાક સમય અગાઉ તુટી ગયાં હતાં. બંનેએ લગભગ બે વરસ ડેટિંગ કરી અને ગત નવેમ્બર-2013માં બંને જુદા થઈ ગયા હતાં. થોડાક માસ પહેલા જાન્યુઆરીમાં જાણવા મળ્યુ હતું કે ગોમ્ઝે બીબરના પાડોસમાં જ મકાન ખરીદ્યું છે અને તે પછી બંને વચ્ચે પુનઃ સંબંધોની નવી અટકળો ઊભી થવાની ચર્ચા શરૂ થઈ હતી.

હવે લેટેસ્ટ સમાચાર મુજબ જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ ફરી નજીક આવી ગયાં. હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબરે 2010માં ડેટિંગ શરૂ કર્યુ હતું અને ગત માસે બંને ફાઇનલી એક-બીજાથી જુદા થઈ ગયા હતાં. કહે છે કે સેપરેટ થયા બાદ ગત પખવાડિયે લૉસ એંજલ્સના ચર્ચ ખાતે બાઇબલ સ્ટડી ક્લાસમાં બંને ફરી વાર નજીક આવ્યાં.

સૂત્રોએ બ્રિટેનના ડેલી મિરર ન્યુઝ પેપરને જણાવ્યા મુજબ - જસ્ટિન સેલેના સાથે સાચે જ કમ્ફર્ટેબલ જણાતા હતાં. તેઓનુ માનવું છે કે તેમનો સંબંધ અનબ્રેકેબલ છે. જસ્ટિન જાણે છે કે સેલેના પણ તેને પ્રેમ કરે છે. જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ બાઇબલ સ્ટડી ક્લાસમાં ફરી વાર મળ્યા અને વધુ નજીક આવ્યાં. કહે છે કે પછી બીબર-ગોમ્ઝ બીબરની કારમાં સાથે ગયાં. દરમિયાન જસ્ટિન બીબરે પોતાના ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલમાં સેલેના ગોમ્ઝ સાથેની 22 કિસિંગ તસવીરો પણ શૅર કરી. જસ્ટિન બીબરે ઇંસ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી તસવીરમાં કૅપ્શન લખ્યું - રાઇટ નાઉ એવરીથિંગ એલ્સ ઇન ઍ બ્લર. જોકે જસ્ટિન બીબરે બાદમાં આ તસવીરો ડિલીટ કરી નાંખી.

ચાલો આજે આપને બતાવીએ સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબરની રોમાંટિક તસવીરો :

લવ-બર્ડ્સ

લવ-બર્ડ્સ

આ બધુ શરૂ થયુ હતું 2011માં. બંને પ્રેમમાં પડ્યાં, ત્યારે જસ્ટિન બીબર 19 વર્ષના અને સેલેના ગોમ્ઝ 21 વર્ષન હતાં.

ભેંટવા દો

ભેંટવા દો

આ યુગલ જાહેરમાં કોઈ પણ હરકત કરતા નથી શરમાતું.

ડ્રાઇવ ટુગેધર

ડ્રાઇવ ટુગેધર

સેલેના અને જસ્ટિન ડ્રાઇવિંગ સહિત ઘણા પ્રસંગોએ એક-બીજા સાથે મસ્તી કરતા કૅમેરે ઝડપાઈ ચુક્યા છે.

અનકંડિશનલ લવ

અનકંડિશનલ લવ

જસ્ટિન-સેલેના એટલે કે જેલેનાની આ એક રોમાંટિક તસવીર છે કે જે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરાઈ છે. આ તસવીર જસ્ટિન દ્વારા પોસ્ટ કરાયેલી તસવીર કરતા જુદી છે. જસ્ટિને આ તસવીર નીચે કૅપ્શન લખ્યું છે - અવર લવ ઇઝ અનકંડીશનલ (અમારો પ્રેમ બિન-શરતી છે).

સ્નગલિંગ અપ

સ્નગલિંગ અપ

જસ્ટિન અને સેલેનાએ સ્નગલિંગ અપ (નિકટતા)ની તસવીર પોસ્ટ કરી છે. સેલેના પોતાના પ્રેમીને ભેંટી રહ્યા છે અને જસ્ટિનની નગ્ન-બદન ફરતે બાહો લઈ જાય છે.

વધુ એક હગ

વધુ એક હગ

જસ્ટિન-સેલેનાની વધુ એક તસવીર કે જેમાં બંને એક-બીજાની બાહોમાં છે.

કિસ એન્ડ ટેલ

કિસ એન્ડ ટેલ

આ તસવીર બાઇબલ ક્લાસમાં સાથે હાજરી આપ્યા બાદ સેલેના-જસ્ટિનની મુલાકાત વખતની છે. જસ્ટિને સેલેનાને બાહોમાં ઉપાડી છે. જસ્ટિને આ તસવીર પોસ્ટ કરી કૅપ્શન લખ્યું - રાઇટ નાઉ, એવરીથિંગ એલ્સ ઇઝ ઍ બ્લર (હવે બધુ બરાબર છે).

ઑન ધ બીચ

ઑન ધ બીચ

આ એક જૂની તસવીર છે કે જેમાં બંનેએ લિબુ ખાતે બીચ પર હૉલીડેની ઉજવણી કરી હતી. સેલેના-જસ્ટિન આ તસવીરમાં જાહેરમાં એક-બીજાની બાહોમાં પરોવાયેલા છે.

કિસ સેલ્ફી

કિસ સેલ્ફી

જસ્ટિને ગાલે કિસ કરતાં સેલેનાએ આ સેલ્ફી લીધી હતી.

પરફેક્ટ કપલ

પરફેક્ટ કપલ

જ્યારે જેલેના એક-બીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં, ત્યારે સેલેનાએ પોતાના મિત્રની લગ્નની પાર્ટીમાં જસ્ટિનને પણ બોલાવ્યા હતાં. કપલ પરફેક્ટ અને રોમાંટિક લાગે છે.

ફર્સ્ટ રેડ કારપેટ ઍપીયરંસ

ફર્સ્ટ રેડ કારપેટ ઍપીયરંસ

સેલેના અને જસ્ટિને 2011માં વૅનિટી ફૅર ઑસ્કાર પાર્ટીમાં સાથે ડેબ્યુ કર્યુ હતું. આ તસવીર તે પાર્ટીમાંની જ છે.

હવાઈ ફન

હવાઈ ફન

જેલેનાએ ઘણી વખત જાહેરમાં પોતાના કૃત્યો વડે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. આ તસવીર હવાઈ ખાતેની તેમના વૅકેશનની ઉજવણી દરમિયાનની છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Break-up બાદ પણ સાથે કામ કરી બન્યાં હૉટ On-Screen કપલ!

આ પણ વાંચો

આ પણ વાંચો

Review : આ 10 Reasons રાજા નટવરલાલને બનાવશે Big Flop!

English summary
As Justin Bieber and Selena Gomez are back together, we decided to take a look at the PDAs and some romantic pics of the lovebirds, Jelena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more