
લાસ વેગાસમાં લગ્ન કરશે કિમ કાર્દશિયન અને કૅન્યે વેસ્ટ
લૉસ એંજલ્સ, 24 ઑક્ટોબર : રૅપર કૅન્યે વેસ્ટ અને તેમના મંગેતર કિમ કાર્દશિયન લાસ વેગાસ ખાતે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ કૅન્યે વેસ્ટ ગાયક એલ્વિસ પ્રેસ્લેના બહુ મોટા ફૅન છે. કૅન્યેની ઇચ્છા છે કે તેમના લગ્નમાં એલ્વિસનો એક બહેરુપિયો તેમનું ગીત લવ મી ટેંડર ગાય. તેમને લાગે છે કે લૉસ એંજલ્સના ચૅપલ ખાતે લગ્ન કરવા ખૂબ જ ઇંટરેસ્ટિંગ રહેશે. જોકે કિમ અને કૅન્યે પાસે પોતાના લગ્ન સમારંભ માટે બીજા વિકલ્પો પણ હતાં, પરંતુ તેમણે લાસ વેગાસની પસંદગી કરી.
એક સૂત્રના જણાવ્યા મુજબ - લાસ વેગાસનો વિચાર કૅન્યેનો હતો અને તેમને બહુ આશ્ચર્ય થયું કે જ્યારે કિમે તેમના સલાહ સાંભળી જણાવ્યું કે આ બહુ સારો વિચાર છે. કૅન્યે દ્વારા કિમ કાર્દશિયન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકતા પહેલા બંને લાસ વેગાસના ગ્રેસલૅન્ડ વેડિંગ ચૅપલના પ્રવાસે પણ ગયા હતાં. ત્યાં જ્હૉન બૉન જૉવી તથા માઇલી સાયરસના મિતા-પિતાના લગ્ન થયા હતાં.