Met Gala : મેટ ગાલામાં વિચિત્ર આઉટફિટ પહેરીને કેમ આવે છે અભિનેત્રીઓ અને મોડેલ?
ફેશનની દુનિયામાં હાલ મેટ ગાલાની બોલબાલા છે. અમેરિકાના ન્યુયોર્કમાં યોજાઈ રહેલા મેટ ગાલામાં દુનિયાભરની હસીનાઓ જોવા મળી રહી છે.
મેટ ગાલા ઈવેન્ટ 6 મેથી શરૂ થઈ છે. આ ઈવેન્ટનું આયોજન ન્યુયોર્ક શહેરમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં કરવામાં આવ્યું છે.

આ વખતે આ ઈવેન્ટની થીમ ગાર્ડન ઓફ ટાઈમઃ એન ઓડ ટુ આર્ટ એન્ડ ઈટરનિટી રાખવામાં આવી છે. જે મુજબ દરેક સેલેબ અહીં કપડા પહેરીને પહોંચશે.
જો કે જ્યારે પણ આ ઈવેન્ટની તસવીરો સામે આવે છે ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક સવાલ ઉઠે છે કે આ ઈવેન્ટમાં સૌથી મોટા સ્ટાર વિચિત્ર કપડા પહેરીને કેમ પહોંચે છે?
મેટ ગાલા 2024 સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ ઈવેન્ટનું આયોજન દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે કરવામાં આવે છે. જેને મેટ મન્ડે તરીકે ઓળખવામાં આવે છે.
આ વખતે આ શોનું આયોજન 6 મેથી કરવામાં આવ્યું છે. જો કે ભારતમાં આ શો આજથી એટલે કે 7મી મેથી જોઈ શકાશે.
મેટ ગાલા એ વિશ્વની સૌથી પ્રખ્યાત ઇવેન્ટ્સમાંની એક છે. સેલેબ્સના વિચિત્ર લુક આ ઈવેન્ટની ઓળખ બની ગયા છે. પ્રિયંકા ચોપરા હોય કે આલિયા ભટ્ટ કે પછી હોલિવૂડના લોકપ્રિય સેલેબ્સ, દરેક આ ઈવેન્ટમાં વિચિત્ર અંદાજમાં જોવા મળે છે. જેનું કારણ તેની થીમ્સ છે.
દર વર્ષે મેટ ગાલાની અલગ થીમ હોય છે. જે મુજબ ડ્રેસ કોડ પણ જાળવવા પડે છે. આવી સ્થિતિમાં સેલેબ્સનો લુક થીમ પ્રમાણે જ રાખવો પડે છે પણ અન્ય સેલિબ્રિટીઓથી અલગ પણ હોય છે.
આ જ કારણ છે કે તમે ઘણીવાર આ ઇવેન્ટમાં સેલેબ્સને વિચિત્ર અંગાજમાં જોયા હશો. જ્યારે તે થીમ અનુસાર તેના કપડાં તૈયાર કરે છે ત્યારે અન્ય સેલિબ્રિટીઓથી અલગ દેખાવાની તેની ઇચ્છા તેને ખૂબ જ અલગ બનાવે છે.
ઘણી વખત તેનો લુક ચર્ચાનો વિષય બની જાય છે. પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ જેવી ભારતીય સુંદરીઓ તેમના મેટ ગાલા લુક માટે દરેક વખતે સમાચારમાં રહે છે. ઘણી વખત લુકને લઈને ટ્રોલીંગનો સામનો પણ કરવો પડે છે.
આ વર્ષનો મેટ ગાલાનો ડ્રેસ કોડ ધ ગાર્ડન ઓફ ટાઈમ છે, જે જે.જી. બેલાર્ડની 1962ની સમાન શીર્ષકની ટૂંકી વાર્તાથી પ્રેરિત છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
