Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બ્રૅડના મારા પત્ની સાથે આડા સંબંધ હતાં : ટાયસન

તાજેતરમાં જ હૉલીવુડના હાઈપ્રોફાઇલ લગ્નના સમાચારે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. આ સમાચાર હતાં હૉલીવુડના હૉટ તેમજ લવિંગ લિવ ઇન રિલેશન કપલ બ્રૅડ પિટ તેમજ એંજેલિના જોલીના લગ્નના. બ્રૅડ પિટે જણાવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે તેઓ અને જોલી લગ્નગ્રંથિથી જોડાઈ જાય. તેના માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ આ જશ્નમાં એક બાજુ હૉલીવુડ શામેલ થવાનું છે, તો બીજી બાજુ એક નવા ખુલાસાએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે.

Tyson-Brad-Angelina

આ નવો ખુલાસો કર્યો છે વર્લ્ડ ચૅમ્પિયન માઇક ટાયસને. ટાયસને જણાવ્યું કે જોલી અગાઉ પિટના તેમના (ટાયસનના) પૂર્વ પત્ની રૉબિન ગિવન્સ સાથે આડા સંબંધ હતાં. તેમણે પોતે બંનેને એક જ બિછાને વાંધાજનક હાલતમાં જોયા હતાં. ટાયસને જણાવ્યું કે આ વાત તે દિવસો એટલે કે વર્ષ 1990ની છે કે જ્યારે તેઓ અને તેમના પત્ની રૉબિન વચ્ચે બધુ ઠીક-ઠાક નહોતુ ચાલતું અને અમે બંનેએ છુટા પડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે છુટાછેડા થયા નહોતાં. દરમિયાન હું એક દિવસ વગર બતાવ્યે ઘરે પહોંચ્યો. ત્યાં મેં પિટને રૉબિન સાથે મારા બેડરૂમના બેડ પર જોયું, પરંતુ તે વખતે મને કઈં જ સમજાયું નહીં અને પ્રત્યાઘાત આપુ, તે પહેલા જ પિટ ત્યાંથી જતો રહ્યો. તેની કિસ્મત સારી હતી કે તે બચીને નિકળી ગયો, નહિંતર તે દિવસે તેનું મોત નક્કી જ હતું. ટાયસન અને રૉબિનના છુટાછેડા પછી થઈ ગયાં.

આપને જણાવી દઇએ કે ઑગસ્ટમાં એવા સમાચાર પણ આવ્યાં હતાં કે જોલી અને પિટ લગ્ન કરનાર છે. વર્ષ 2005માં પિટના છુટાછેડાનું કારણ બનેલ એંજેલિના જોલી લાંબા વખતથી બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશનમાં છે. સતત પોતાના રોમાંસના સમાચારો ફગાવનાર જોલીએ 2006માં પીપીલ મૅગેઝીન સાથે વાતચીત દરમિયાન સ્વીકાર કર્યું કે તેઓ અને પિટ એક-બીજાને પ્રેમ કરે છે તથા તેઓ પિટના બાળકના માતા બનનાર છે. જોલી અને પિટના બે બાળકો છે. સમાચાર એવા પણ છે કે જોલી લગ્ન બાદ ફિલ્મોમાં કામ નહિં કરે.

ખેર, જોઇએ કે ટાયસનના આ ખુલાસાનો જોલી અને પિટના સંબંધો પર કેવો અસર કરે છે. જોકે આ સમાચાર હાલ હૉલીવુડના સૌથી મોટા સમાચાર બનેલા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X