Oscar એવોર્ડ સાથે જોડાયેલા આ ફેક્ટ મોટાભાગના લોકો નથી જાણતા, આજે જ જાણી લો
ભારતને પહેલો ઓસ્કાર અપાવવાનું ગૌરવ ભાનુ અથૈયાને જાય છે. ભાનુ અથૈયાએ 1982 માં આવેલી ગાંધી ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટેનો ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.
હાલ ફિલ્મી દુનિયામાં ઓસ્કાર એવોર્ડની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. ભારતને પણ બે કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યા છે. જો કે મોટાભાગના ભારતીયો ઓસ્કાર વિશે વાતો કરે છે પણ તે તેની સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ જાણતા નથી. આજે અમે તમને કેટલાક આવા જ ફેક્ટ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે સિનેમાપ્રેમી હોવાનો દાવો કરી રહ્યા છો તો તમને આ બાબતોની જાણકારી હોવી જરૂરી છે.

સૌથી વધુ એવોર્ડ જીતનારી ત્રણ ફિલ્મો
તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ જીતવાનો રેકોર્ડ કોઈ એક ફિલ્મના નામે નથી. આ લિસ્ટમાં ત્રણ ફિલ્મો એક સાથે છે છે. આ ત્રણેય ફિલ્મોએ 11-11 ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યા છે.

ટાઇટેનિકે 11 ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યા
સૌથી વધુ ઓસ્કર જીતનારી ફિલ્મોમાં ટાઈટેનિક સૌથી આગળ છે. ટાઇટેનિકને કુલ 11 ઓસ્કાર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. આ સિવાય લોર્ડ ઓફ ધ રિંગ્સ અને આઈ બેન-હર પણ 11-11 એવોર્ડ જીતી ચુકી છે. આ અત્યારસુધીની સૌથી સફળ ફિલ્મો છે.

ભાનુ અથૈયા ભારતની પહેલી ઓસ્કાર વિનર
ભારતને પહેલો ઓસ્કાર અપાવવાનું ગૌરવ ભાનુ અથૈયાને જાય છે. ભાનુ અથૈયાએ 1982 માં આવેલી ગાંધી ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટેનો ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.

પહેલા ઓસ્કાર સમારંભમાં માત્ર 270 લોકો હાજર હતા
પહેલી વખત ઓસ્કાર એવોર્ડ સમારંભ માત્ર 270 લોકોની હાજરીમાં યોજાયો હતો. આજે દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાતા ઓસ્કાર એવોર્ડ માટે સમારંભ સૌથી પહેલા 16 મે 1929 ના રોજ હોટલના એક રૂમમાં યોજાયો હતો.

પર્સિસ ખંબાટ્ટા પહેલી ભારતીય ઓસ્કાર પ્રેજેન્ટર હતી
ભારત તરફથી ઓસ્કારમાં પ્રેજેન્ટર બનનારી દીપિકા પાદુકોણ પહેલી અભિનેત્રી નથી. આ પહેલા ભારત તરફથી પ્રથમ ઓસ્કાર પ્રેજેન્ટર પર્સિસ ખંબાટ્ટા હતી. જેમણે 1980માં ઓસ્કારમાં પ્રેજેન્ટરની ભૂમિકા ભજવી હતી.

સુર્યાની ઓસ્કાર કમિટિમાં નિમણૂક
ભારતની સાઉથ ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રીમાથી સુપર સ્ટાર સુર્યા પહેલો અભિનેતા છે જેને ઓસ્કાર કમિટિમાં સમાવાયા છે. આ એ વાતનો પુરાવો છે કે સાઉથ સિનેમા ઝડપથી આગળ વધી રહ્યું છે.

વિંગ્સ પહેલી બેસ્ટ પિક્ચર એવોર્ડ જીતનારી ફિલ્મ
સૌથી પહેલા બેસ્ટ પિક્ચર કેટેગરી માટે વર્ષ 1927માં આવેલી અમેરિકન સાયલન્ટ ફિલ્મ વિંગ્સને આ એવોર્ડ મળ્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
