For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કારમાં વધુ એક ભારતીય કનેક્શન

|
Google Oneindia Gujarati News

rickysekhon
ઓસામા બિન લાદેન પર બનેલી ફિલ્મ ડાર્ક થર્ટીમાં અલ કાયદાના પૂર્વ પ્રમુખની ભૂમિકાના નિભાવનારા અભિનેતા રિકી સેકોંનું ભારત કનેક્શન છે. લંડનના ભારતીય બહલ સાઉથોલ વિસ્તારમાં જન્મેલા સેકોંના માતા-પિતા ભારતીય છે. સેકોંની ફિલ્મમાં નાની ભૂમિકા છે અને તેને મૃત અવસ્થામાં તાબૂતમાંથી બહાર કાઢતો દર્શાવવામાં આવ્યો છે. જો કે, તેમનું કહેવું છે કે આ ભૂમિકા નિભાવવી પડકારજનક હતી.

સેકોંએ બીબીસીને જણાવ્યું હતું કે, મને લાગે છે કે આ મારી અત્યારસુધીની સૌથી મોટી ભૂમિકા છે. ફિલ્મમાં મારી ભૂમિકા વધારે નથી, પરંતુ કહાની પ્રમાણે આ મોટી ભૂમિકા છે અને તેનો પ્રભાવ મોટો છે. તેમણે કહ્યું કે, તેમને ખબર નહોતી કે તે શું કરવા જઇ રહ્યાં છે, તેમણે સ્ક્રિપ્ટ પણ નહોતી જોઇ અને તેમને ખબર નહોતી કે ફિલ્મમાં તેમની ભૂમિકા કેટલી મોટી છે. તેથી તે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હતા.

અલ કાયદાના પૂર્વ પ્રમુખ ઓસામા બિન લાદેનને શોધવા માટેના અભિયાન પર બનેલી ફિલ્મે અમેરિકામાં બોક્સ ઓફિસ પર પહેલા ત્રણ દિસવમાં લગભગ અઢી કરોડ ડોલરની કમાણી કરી છે. નિર્દેશક કેથરીન બિગેલોની ઝીરો ડાર્ક થર્ટીને ઑસ્કાર પુરસ્કારોની પાંચેય શ્રેણીમાં નામાંકન મળ્યું છે, પરંતુ અમેરિકન પ્રશાસનમાં કેટલાક લોકો તેની આલોચના કરી રહ્યાં છે. આ પહેલા બિગેલોએ ઇરાક યુદ્ધથી સંબંધિત ધ હર્ટ લોકર ફિલ્મ બનાવી હતી જેણે છ શ્રેણીમાં ઑસ્કાર એવોર્ડ જીત્યા હતા.

જો કે આ ફિલ્મને લઇને અમેરિકામાં ઘણો વિવાદ થયો હતો. આલોચકોનું કહેવું છે કે આ ફિલ્મમાં પૂછપરછને આક્રમક રીતે દર્શાવવામાં આવી છે.

English summary
playing Al Qaeda leader in Zero Dark Thirty, actor Ricky Sekhon has indian connection his mother and father are indian.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X