બોલ્ડ અવતારમાં નીક જોનાસની બાહોમાં પોઝ આપતી જોવા મળી પ્રિયંકા ચોપરા, જુઓ ફોટો
બોલિવૂડ છોડીને હોલિવૂડ પહોંચેલી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેના ગ્લેમરસ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર છવાેયલી રહે છે. ક્યારેક બોલ્ડ અવતાર તો ક્યારેક નીક સામે રોમેન્ટિક ફોટો શેર કરતી પ્રિયંકાએ હવે નીકની બાહોમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ચડાવી દીધો છે.
હાલમાં જ પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસની બાહોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નીક જોનાસના આ ફોટોમાં કમાલની ક્યૂટ સ્ટાઇલ આપી રહ્યા છે. બન્ને સ્માઈલ પરથી ખુબ જ ખુશ લાગી રહ્યા છે. હાથોમાં હાથ નાંખીને આ કપલ એકબીજામાં ખોવાઈને પોઝ આપી રહ્યુ છે.
ફોટોમાં પ્રિયંતા ચોપરા બ્લેકઆઉટફિટમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં પ્રિયંકા સ્કર્ટ અને બ્રાલેટમાં કમાલની બોલ્ડ લાગી રહી છે. અહીં નીક વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહ્યો છે. બન્ને ફોટોમાં કમાલ લાગી રહ્યા છે.
ફોટોમાં પ્રિયંકા ચોપરા ખુલ્લા વાળમાં કમાલ લાગી રહી છે. પ્રિયંકા ચોપરાના આ બોલ્ડ લુકના ફેન્સ ખુબ જ વખાણ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસના કોન્સર્ટમાં પહોંચી હતી. પ્રિયંકા ચોપરા અવારનવાર તેના પતિના સંગીતના કાર્યક્રમોમાં જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ 2018માં લગ્ન કર્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ક્યારેય એકબીજા પર પ્રેમ વરસાવવાનો મોકો છોડતા નથી. બન્ને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.












Click it and Unblock the Notifications
