બે વખત માતા બની ચૂકેલી 27 વર્ષીય અભિનેત્રી 26 કરોડના ખર્ચે બોયફેંડ સાથે કરી રહી છે આવુ કામ
અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કાઈલી જેનર અને તેના નવા બોયફેંડ અભિનેતા ટીમોથી ચેલામેટે તેમના સંબંધોને એક નવો વળાંક આપવાનું નક્કી કર્યું છે. બંને તાજેતરમાં પેરિસ કે મિલાન જેવા શહેરોમાં સાથે રહેવા માટે એક વૈભવી સ્થળ શોધી રહ્યા હતા.
થોડા સમય પહેલા, કાઇલી અને ટિમોથીના સંબંધોમાં એક નવા સમાચાર આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સગાઈ કરી શકે છે. 'યુએસ સન' ના એક સૂત્ર અનુસાર, ટીમોથી ચેલામેટ કાઈલીને એક અદભુત સગાઈની વીંટી ખરીદવાની યોજના ધરાવે છે, જેની કિંમત લગભગ $300,000 (લગભગ રૂ. 27 કરોડ) હોવાનું કહેવાય છે. આ વીંટીમાં 150 હીરા જડેલા છે, અને એવું અનુમાન છે કે ટિમોથી પેરિસમાં આ ખાસ પ્રસંગે કાઈલીને પ્રપોઝ કરશે.
આ દંપતી વિશે ડેટિંગની અફવાઓ પહેલીવાર એપ્રિલ 2023 માં સામે આવી હતી, પરંતુ સપ્ટેમ્બર 2023 માં બેયોન્સના 'રેનેસાન્સ વર્લ્ડ ટૂર' દરમિયાન જ્યારે તેઓ એકબીજાને ચુંબન કરતા જોવા મળ્યા ત્યારે આ દંપતીએ તેમના સંબંધો જાહેર કર્યા. ત્યારથી તેઓ અનેક જાહેર સ્થળોએ સાથે દેખાયા છે, જેમ કે ન્યૂ યોર્ક ફેશન વીક, 2023 યુએસ ઓપન પુરુષોની ફાઇનલ મેચ અને ટિમોથી દ્વારા આયોજિત 'સેટરડે નાઇટ લાઇવ' પાર્ટી.

આ પહેલા કાઈલી જેનરનું નામ રેપર ટ્રેવિસ સ્કોટ સાથે જોડાયું હતું. કાઈલી અને ટ્રેવિસને બે બાળકો છે, પરંતુ તેમના લગ્ન થયા ન હતા અને હવે તેઓ અલગ થઈ ગયા છે. જોકે, તેઓ તેમના બાળકોને સાથે ઉછેરી રહ્યા છે.
કાઈલી અને ટ્રેવિસ પહેલી વાર 2017 માં કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં મળ્યા હતા. તે પછી, બંને વચ્ચે અફેર શરૂ થયું, અને એક વર્ષ પછી કાઇલીએ તેની પુત્રીને જન્મ આપ્યો. આ દંપતીએ 2019 માં તેમના સંબંધોનો અંત લાવ્યો હતો પરંતુ COVID-19 રોગચાળા દરમિયાન સાથે રહેવાનું નક્કી કર્યું. આ પછી, 2021 માં, કાઇલીએ તેના બીજા બાળકને જન્મ આપ્યો.












Click it and Unblock the Notifications
