પિટ-રૉબિન અંગે ખુલાસો કરી બદલો લેવા માંગે છે ટાયસન?

આજકાલ હૉલીવુડમાં માત્ર એક જ વાત ચર્ચાની એરણે છે અને તે છે બૉક્સર માઇક ટાયસનનો સુપર સ્ટાર બ્રૅડ પિટ અંગેનો ખુલાસો. ટાયસને ખુલાસો કર્યો છે કે તેમના પૂર્વ પત્નીઅને પિટ વચ્ચે શારીરિક સંબંધો હતાં. તેમણે પિટ અને પોતાના પત્ની રૉબિનને એક પથારીએ જોયા હતાં. ટાસસનના આ ખુાસા બાદ ખળભળાટ મચી ગયો છે કે આખરે ટાયસને આવી વાત કેમ કરી છે? હવે તેમના પત્ની તેમની પાસે નથી અને પિટ સાથે પણ તેમને કોઈ સંબંધ નથી.

Tyson-Brad-Angelina

આખરે આટલી જૂની વાત ઉખાડવા પાછળ ટાયસનનો ઉદ્દેશ શો છે? શું ટાયસન પિટ સામે બદલો લેવા માંગે છે. શું તેમને લાગે છે કે જે રીતે તેમનું વૈવાહિક જીવન ખરાબ થયું, તેવી જ રીતે બ્રૅડ પિટનું પણ થઈ જાય કેમ કે પિટ ટુંકમાં જ એંજેલિના જોલી સાથે લગ્ન કરવાનાં છે. નહીંતર આટલી જૂની વાત ઉખાડવા પાછળનો શો અર્થ છે?

નોંધનીય છે કે ટાયસને જણાવ્યું કે જોલી અગાઉ પિટના તેમના (ટાયસનના) પૂર્વ પત્ની રૉબિન ગિવન્સ સાથે આડા સંબંધ હતાં. તેમણે પોતે બંનેને એક જ બિછાને વાંધાજનક હાલતમાં જોયા હતાં. ટાયસને જણાવ્યું કે આ વાત તે દિવસો એટલે કે વર્ષ 1990ની છે કે જ્યારે તેઓ અને તેમના પત્ની રૉબિન વચ્ચે બધુ ઠીક-ઠાક નહોતુ ચાલતું અને અમે બંનેએ છુટા પડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે છુટાછેડા થયા નહોતાં. દરમિયાન હું એક દિવસ વગર બતાવ્યે ઘરે પહોંચ્યો. ત્યાં મેં પિટને રૉબિન સાથે મારા બેડરૂમના બેડ પર જોયું, પરંતુ તે વખતે મને કઈં જ સમજાયું નહીં અને પ્રત્યાઘાત આપુ, તે પહેલા જ પિટ ત્યાંથી જતો રહ્યો. તેની કિસ્મત સારી હતી કે તે બચીને નિકળી ગયો, નહિંતર તે દિવસે તેનું મોત નક્કી જ હતું. ટાયસન અને રૉબિનના છુટાછેડા પછી થઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X