હવે નહીં સાંભળવા મળે ‘કૅટરીના કો... કરીના કો...’
મુંબઈ, 20 જૂન : દિગ્દર્શક આશુ ત્રિખાની આવતીકાલે રિલીઝ થતી ફિલ્મ એનેમીના એક આયટમ ગીત સામે સેંસર બોર્ડ ખફા છે. સેંસર બોર્ડની નારાજગી બાદ ફિલ્મના આ ગીતમાં ઉલ્લેખ કરાયેલા કૅટરીના, કરીના, બિપાશા અને પ્રિયંકા નામો હટાવી લેવાયાં છે. હવે આ આયટ સૉંગમાં આ નામોના સ્થાને મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ શબ્દો સાંભળવા મળશે.

કે કે મેનન, મિથુન ચક્રવર્તી, મહાઅક્ષય ચક્રવર્તી, યુવિકા ચૌધરી તથા સુનીલ શેટ્ટી અભિનીત એનેમી ફિલ્મમાં એક આયટમ સૉંગ છે કે જેમાં કૅટરીના, કરીના, બિપાશા તેમજ પ્રિયંકાના નામોનો ઉલ્લેખ છે. ગીતકાર શબ્બીર અહમદ દ્વારા લિખિત આ ગીતમાં આ ચારેય નામોના ઉલ્લેખ સામે સેંસર બોર્ડે વાંધો ઉઠાવ્યો અને હવે આ ચારેય નામો હટાવી દેવાયાં છે.
આ અંગે નારાજગી વ્યક્ત કરતાં દિગ્દર્શક આશુ ત્રિખાએ જણાવ્યું - મારા મત મજુબ કરીના, કૅટરીના, બિપાશા અને પ્રિયંકા અભિનેત્રીઓ માટે ઉપયોગ નહોતા કરાયાં. આ માત્ર નામો જ હતાં, નહિં કે કૅટરીના કૈફ, કરીના કપૂર, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા માટે આનો ઉલ્લેખ કરાયો હતો. સેંસર બોર્ડ ઇચ્છતુ હતું કે ફિલ્મ પાસ કરતા અગાઉ અમારે આ ચારેય અભિનેત્રીઓ પાસેથી અનાપત્તિ પ્રમાણ પત્ર એટલે કે એનઓસી લેવી જોઇએ.
ત્રિખાએ જણાવ્યું - મને નથી સમજાતું કે સેંસર બોર્ડને એવું કેમ લાગે છે કે આ ચારેય નામો અભિનેત્રીઓ માટે જ ઉપયોગ કરાયેલાં છે. દેશમાં હજારો છોકરીઓ એવી છે કે જેમના નામ કૅટરીના, કરીના, બિપાશા અને પ્રિયંકા હશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
