Bigg Boss 8 : ચેંજ રૂમમાં જશે સલમાન અને નિકળશે ફરાહ
મુંબઈ, 3 જાન્યુઆરી : બિગ બૉસ 8 શોને આજ રાત્રિથી સલમાન ખાન નહીં, ફરાહ ખાન હોસ્ટ કરશે. હા જી, બિગ બૉસ માટે એક એવા હોસ્ટની શોધ કરાતી હતી કે જે સલમાનની જગ્યા લઈ શકે. એટલે આ શોધ અટકી ફરાહ ખાન પર આવીને. આ ટ્વિસ્ટ શોમાં આજે જ થનાર છે. સલમાન ખાન ઘરની બહાર નિકળશે અને ચેંજ રૂમમાં જશે, પણ ચેંજ રૂમમાંથી સલમાનના સ્થાને ફરાહ ખાન બહાર આવશે.
હવે જ્યારે સલમાનના સ્થાને ફરાહ આવશે, તો કંઇક ડિફરંટ તો થાય જ. કહે છે કે સલમાન ખાનના સ્પેશિયલ એપિસોડને વીકેંડ કા વાર નામે ઓળખવામાં આવે છે, તો બીજી બાજુ ફરાહ ખાનના એપિસોડ્સ ફરાહ ખાન કી ક્લાસના નામે ઓળખાશે.
ખેર, અહીં અમે આપને બતાવી રહ્યાં છીએ કે બિગ બૉસ 8માં સલમાનના રિપ્લેસમેંટ તરીકે ફરાહની જ કેમ પસંદગી કરાઈ, જ્યારે સલમાન ખાન પહેલા પણ અનેક સ્ટાર બિગ બૉસ હોસ્ટ કરી ચુક્યા છે. એક વખત તો બિગ બી અમિતાભ બચ્ચન પણ આ શો હોસ્ટ કરી ચુક્યા છે, પરંતુ આ તમામ નામોને એકબાજુએ મૂકી ફરાહના નામ પર મહોર લાગી, પણ કેમ?
ચાલો તસવીરો સાથે જોઇએ 5 કારણો :

બિંદાસ્ત ફરાહ
ફરાહ ખાન પોતાના બોલવાના અંદાજ માટે જાણીતા છે. કોઈને તેમની વાતો હસાવે છે, તો કોઇકને ખૂંચે છે, પણ ફરાહને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેમના દિલમાં જે આવે છે, તે જીભે હોય છે. એકદમ સલમાનની જેમ જ. સલમાન પણ ક્યારે-શું બોલી જાય, કોઈને ખબર અંદાજો નહોતો આવતો. એટલે તેમના આ જ અંદાજ પર દર્શકો ફિદા રહે છે.

શાહરુખની એન્ટ્રીની શક્યતા
હવે જ્યારે બિગ બૉસ ફરાહ હોસ્ટ કરવાના છે, તો ઘણી શક્યતાઓ છે કે શોમાં બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની ઝલક પણ જોવા મળી જાય. ફરાહ-શાહરુખની મૈત્રીથી આખી દુનિયા વાકેફ છે. તેવામાં શોના નિર્માતાઓને શાહરુખને શોમાં લાવતા વધુ મુશ્કેલી નહીં પડે. હવે શાહરુખના આવવાનો મતલબ, શોની ટીઆરપીમાં જોરદાર ઉછાળો.

સલમાન-ફરાહની મૈત્રી
સલમાન-ફરાહ પણ બહુ સારા મિત્રો છે. એટલે જો સલમાનના સ્થાને ફરાહ હોસ્ટ કરે, તો તેનાથી બંનેના દિલમાં કોઈ કડવાશ નહીં આવે. અહીં સુધી કે ભવિષ્યમાં પણ આ બંને કોઈ સીન ક્રિએટ નહીં કરે, જ્યારે સલમાના સ્થાને કોઇક બીજા એક્ટરને લાવવું બહુ રિસ્કી સિદ્ધ થઈ શકતુ હતું, કારણ કે દર્શકો કદાચ સલમાનના બદલે કોઇક બીજા એક્ટરને જોવાનુ પસંદ ન કરે.

કલર્સ માટે પણ સરળ
આપને જણાવી દઇએ કે ફરાહ ખાન કલર્સ માટે કોઈ નવો ચહેરો નથી. આ પહેલા પણ ફરાહે કલર્સના શો ઇંડિયાઝ ગૉટ ટૅલેંટ શોને જજ કર્યુ હતું અને જ્યારે કલર્સની વાત છે, તો તે હંમેશા પોતાના પરિવાર એટલે કે ચૅનલ પર આવી ચુકેલા સ્ટાર્સને જ રાખવા માંગે છે

બિગ બૉસના ફૅન છે ફરાહ
બિગ બૉસનો સારો હોસ્ટ તે સ્ટાર જ બની શકે કે જે પોતે બિગ બૉસ જોતો જોય અને આપને બતાવી દઇએ કે ફરાહ ખાન બિગ બૉસના બહુ મોટા ફૅન છે અને તેના તમામ એપિસોડ જુએ છે. એટલે ફરાહ કરતા પરફેક્ટ ઑપ્શન સલમાનને રિપ્લેસ કરવા માટે કોઈ ન હોઈ શકત. હવે રાહ ખાન આ શોને એક માસ સુધી હોસ્ટ કરશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
