બિગ બૉસમાં અરમાનની રી-એન્ટ્રીએ સોફિયા શૉક્ડ!
મુંબઈ, 21 ડિસેમ્બર : બ્રિટિશ અભિનેત્રી અને ગાયિકા સોફિયા હયાત રિયલિટી શો બિગ બૉસ 7માં અભિનેતા અરમાન કોહલીની રી-એન્ટ્રી થવાથી શૉક્ડ છે. તેમનું કહેવું છે કે તેઓ તેમને શોમાં ફરીથી દાખલ થતાં જોઈ દંગ છે.

દરમિયાન સોફિયાએ જણાવ્યું - અરમાનને જે રીતે બેલ મળી અને જે રીતે તેઓ બિગ બૉસમાં પરત ફર્યા છે, તેનાથી હું સ્તબ્ધ છું. હું આશ્ચર્યચકિત છું. હું ખાત્રીપૂર્વક કહુ છું કે હું હાર નહીં માનું અને તેની વિરુદ્ધ લડીશ. બીજી બાજુ અરમાનના પિતાનું કહેવું છે કે સોફિયા હયાત આ બધુ પબ્લિસિટી માટે કરે છે. સોફિયાએ જણાવ્યું - મને પબ્લિસિટીની જરૂર નથી. મારૂં કૅરિયર ખૂબ સફળ છે. હું માત્ર હિંસા વિરુદ્ધ લડી રહી છું.












Click it and Unblock the Notifications
